સુરત ગુજરાત રેડક્રોસ સોસાયટી ના સહયોગ થી રેડક્રોસ ચોર્યાસી શાખા ના સયુંકત ઉપક્રમે ગર્ભાશય ના કેન્સર ની વિનામૂલ્યે તપાસ શિબિર ડો પૂર્વિબેન માલવિયા અને ડો પ્રફુલભાઈ શિરોયા ની તબીબી સેવા એ યોજાય સુરત શહેર ના પુર્વ મેયર અશ્મીતાબેન શિરોયા સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા સુમનબેન પ્રજાપતી દિનેશભાઈ જોગાણી લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોર માંગરોળીયા ઝોન ચેરમેન લાયન જગદીશ બોદરા ડિસ્ટ્રીક ૩૨૩૨F ૨ ના ચેરમેન લાયન પી ટી રાઠોડ સહિત નાઓની સેવા સંકલન થી શ્રી ગાયત્રી હોસ્પિટલ રંગ અવધૂત સોસાયટી માતાવાડી શ્રી લંબે હનુમાન રોડ સુરત ખાતે યોજાયેલ શિબિર માં માનવતા વાદી તબીબ ડો પૂર્વીબેન માલવિયા અને ડો શિરોયા ની તબીબી સેવા એ સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) મુખ્યત્વે હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ના લાંબા ગાળાના સંક્રમણથી થાય છે જે એક જાતીય સંક્રમિત વાયરસ છે. તે સ્ત્રીઓમાં થતું સામાન્ય કેન્સર છે જે 9-14 વર્ષની વયની છોકરી ઓમાં રસીકરણ દ્વારા અટકાવી શકાય છે.લક્ષણોમાં અસામાન્ય યોનિમાર્ગ રક્તસ્રાવ, દુખાવો અને પેલ્વિક પીડા શામેલ છે, અને તેની વહેલી તપાસ માટે પેપ સ્મીયર (Pap smear) પરીક્ષણ કરાવવું જરૂરી છે ડો પ્રફુલ્લ શિરોયા એ જણાવ્યું હતું કે અજયભાઈ પટેલ ગુજરાત રાજ્ય ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની દીર્ધદ્રષ્ટ્રી થી રેડક્રોસ સોસાયટી થી ગુજરાત ભર મા બ્લડ બેંક આર્ટિફિશ્યલ લીમ્બ ડેન્ટલ ક્લિનિક ફિઝિયોથેરાપી પેથોલોજી લેબોરેટરી ડિજાસ્ટર મેનેજમેન્ટ ફસ્ટએડ તાલીમ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર જેવા વિવિધ ક્ષેત્રો મા આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપનાર રેડક્રોસ સોસાયટી ગુજરાત ની સરાહના કરાય હતી આ સેવાયજ્ઞ માં કેન્સર અટકાવી શકાય તેવા સચોટ ઉપાયો સમયોચિત તપાસ અને સારવાર થી અસાધ્ય રોગ ને સાધ્ય રોગ તરીકે ઉપચાર દ્વારા ડામી શકાય સર્વ બહેનો ને અવગત કરતા તબીબ ડો પૂર્વિબેન માલવિયા અને ડો પ્રફુલ્લ શિરોયા એ જણાવ્યું હતું
રેડક્રોસ સોસાયટી દ્વારા ફ્રી સ્તન ગર્ભાશય ના મુખ ના કેન્સર ની તપાસ શિબિર તબીબ ડો પૂર્વીબેન માલવીયા ની તબીબી સેવા એ યોજાય


















Recent Comments