અમરેલી

સાવરકુંડલા ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

સાવરકુંડલા ખાતે ૨૫/૦૯/૨૦૨૫ ને ગુરુવારે સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગ થી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ.પી.ડી. માં ૮૩ દર્દીઓ તેમજ મોતિયા ના ઓપરેશન માટે ૨૨ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનુ દિપ પ્રાગટય કબિર ટેકરી સાવરકુંડલા ના ટ્રસ્ટીગણ તથા સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, જિતેનભાઈ હેલૈયા, સુદર્શન નેત્રાલય ના કર્મચારી અતુલભાઈ દવે નિલેષભાઈ ભીલ, તથા તેમના સમગ્ર સ્ટાફ કબીર ટેકરી ના સ્વયં સેવકો જોડાયા હતા અને સેવા આપી હતી. આ કેમ્પ દર મહિના ના ચોથા ગુરવારે છેલ્લા ૧૭ વર્ષ થી યોજાય છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts