રાષ્ટ્રીય

Fruit Decor: આ ક્રિએટિવિટીથી બાળકોને ખવડાવો ફ્રૂટ્સ, ફટાફટ આખી ડીશ પૂરી થઇ જશે

મોટાભાગના બાળકો ખાવા માટે બહુ જ નખરા કરતા હોય છે. આ બાળકોને જંક ફુડ આપો તો એ ધરાઇને ખાય છે. પીઝા, બર્ગર, ઢોંસા જેવી અનેક વાનગીઓ આજના બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. પરંતુ જો તમને એમને શાક, રોટલી, ફ્રૂટ્સ જેવી વાનગીઓ ખાવા આપો તો એ લોકો ખાતા જ હોતા નથી. આમ, બાળકોને આ બધુ ખવડાવવું ખૂબ જ જરૂરી છે. બાળક આ હેલ્ધી ફ્રૂડ્સ ખાતુ નથી તો શરીરમાં લોહી ઓછુ થવું, જલદી થાક લાગવો જેવી અનેક બીમારીઓ જલદી સપડાઇ જાય છે. આમ, જો તમારું બાળક પણ ફ્રૂટ્સ ખાતું નથી તો આ આઇડિયા તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • તમે તમારા બાળકોને ક્રિએટિવ રીતથી ખવડાવો. બાળકો કંઇક નવું જોવે છે એટલે એમને એ ખાવાનું મન થઇ જાય છે. જો તમે ફળોમાં પણ ક્રિએટિવિટી કરો છો તો તમારું બાળક ફટાફટ ખાવા લાગશે.
  • સંતરામાંથી તમે ટેડીબીયર બનાવો અને બાળકની પ્લેટમાં મુકો. આ ટેડીબીયર જોતાની સાથે જ તમારું બાળક સંતરા ખાવા લાગશે. સંતરા બાળકની હેલ્થ માટે બહુ જ સારા ગણાય છે.
  • સફરજન અને દ્રાક્ષમાંથી તમે કાચબો બનાવો અને પછી બાળકને બતાવો. જો તમે આ ક્રિએટિવિટી કરશો તો તમારું બાળક દ્રાક્ષ અને સફરજન ખાતું થઇ જશે.
  • આમ, જો તમારું બાળક કેળા અને સ્ટ્રોબેરી ખાતું નથી તો તમે સ્ટ્રોબેરી, કેળા અને કિવી લઇને એમાંથી ઝાડ બનાવો અને પછી સર્વ કરો. આમ કરવાથી તમારું બાળક આ બધા ફ્રૂટ્સ ફટાફટ ખાવા લાગશે.
  • સ્ટ્રોબેરી બાળકોની હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તમે સ્ટ્રોબેરીમાંથી ટેડી પણ બનાવીને ખવડાવી શકો છો.
  • બાળકોની પ્લેટમાં તમે બેથી ત્રણ ફ્રૂટ્સ લઇને પણ ડેકોરેટ કરી શકો છો.

Related Posts