સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં
વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ
ઈશ્વરિયા ગુરુવાર તા.૧૯-૬-૨૦૨૫
ભારે વરસાદનાં કારણે સણોસરા પાસેનાં પાંચતલાવડા ગામનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે.
પાંચતલાવડાનાં અગ્રણી શ્રી બાલાભાઈ ડાંગરે આપેલ વિગતો મુજબ ભારે વરસાદથી આજુબાજુનાં માર્ગોમાં ભંગાણ થવાં પામેલ છે, જે અંગે તંત્રમાં જાણ કરવામાં આવેલ છે.
બે દિવસ પહેલાંનાં વરસાદથી પાંચતલાવડા પાસેનું તળાવડુ ભરાતાં થયેલ ધોવાણથી આસપાસનાં રસ્તામાં ગાબડાં પડ્યાં છે. આ ધોવાણ થતાં વાવડી તથા ગઢુલા અને સણોસરાથી ધોળા તરફનો માર્ગ બંધ થવાં પામેલ છે. જોકે તાત્કાલિક સમારકામ કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે.
Recent Comments