ભાવનગર

સિહોરમાં ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ

ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહેલ છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવ ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે.

ગૌતમ ઋષિ અને અન્ય કથાઓ સાથે રહેલ ગૌતમેશ્વર મહાદેવ દર્શનીય રહ્યાં છે. ગોહિલવાડની ઐતિહાસિક ધર્મભૂમિ સિહોરમાં પ્રાકૃતિક વાતાવરણમાં રહેલ ઐતિહાસિક સ્થાન ગૌતમેશ્વર મહાદેવ ભાવિકોને શ્રાવણ માસ, શિવરાત્રી સહિત વર્ષભર આકર્ષી રહેલ છે. 

શિવજીનું લિંગ ગુફા વચ્ચે જે બિરાજેલ છે, તે સ્વયંભૂ પ્રાગટ્યની આસ્થા દર્શાવે છે. આપણાં વાસ્તુશાસ્ત્ર અને પ્રાણપ્રતિષ્ઠા વિધિ દરમિયાન શિવાલયોમાં શિવલિંગ મંદિરનાં દરવાજાથી ગર્ભગૃહ સ્થાનમાં પ્રવેશ કરાવતો હોય છે, જ્યારે શિવલિંગ એ મંદિરનાં ઉપરનાં ઘુમ્મટથી નીચે ઉતારવામાં આવે છે. સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ સ્થાન તો ગુફામાં છે, પર્વત તોડીને સ્થાપિત કરી શકાય તેમ નથી, તો દરવાજાથી પ્રવેશ કરાવી ન શકાય એટલે આ શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્યની કથાને બળ મળે છે.

નદી, તળાવ અને ડુંગરમાળા વચ્ચે પંખીઓનાં કલરવ સાથે રહેલ આ સ્થાન મનને અનોખી શાંતિ અને ઉર્જા આપનાર છે. પર્વતમાળામાં ગુફામાં બિરાજેલ મહાદેવના દર્શન એ માત્ર પ્રવાસ પર્યટન નહી પણ આસ્થા ધરાવતા ભાવિકો માટે વિશેષ આધ્યાત્મિક ભાવ ધરાવે છે.

Related Posts