અમરેલી તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ (બુધવાર) – પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ત્રણ ગામોનું એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે, એમ અમરેલી જિલ્લાના કુલ ૨૦૫ ક્લસ્ટરમાં કોમ્યુનિટી રિસોર્ટ પર્સન (સી.આ.રપી) અને કૃષિ સખી નિમણૂક થયેલ છે, તેમના દ્વારા દરેક ક્લસ્ટરના ત્રણ ગામમાં ૧૨૫ પ્રાકૃતિક કૃષિ કરતા અથવા કરવા માગતા કે પ્રાકૃતિક ખેતી શરૂ કરેલ ખેડૂતની ઓનલાઈન નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવાની કામગીરી હાલ શરૂ છે. એટલે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના ખેડૂત તરીકે સી.આર.પી કે કૃષિ સખી પાસે નોંધણી કરાવી લેવી.
આમ, ભવિષ્યમાં અને હાલમાં સરકારશ્રી તમામ પ્રાકૃતિક કૃષિની પ્રોત્સાહન યોજનાઓ તથા પ્રવૃત્તિમાં નોંધાયેલ ખેડૂતો ઉપર અરજી કરવાની હોય અને જે જોડાવા માંગતા હોય તેઓએ તેમજ જીવામૃત, ઘન જીવામૃત બનાવવા માટેનું યુનિટ તેમજ પ્રાકૃતિક કૃષિનું મોડેલ ફાર્મ બનાવવા માંગતા ખેડૂતોએ સહાય માટે CRP, કૃષિ સખી, તાલુકાના પ્રોજેક્ટ મેનેજર, બી.ટી.એમ આત્મા અથવા ગ્રામસેવકનો સંપર્ક કરી અરજી આપવાની રહેશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.


















Recent Comments