અમરેલી

ઘોઘા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ ૨૦૨૬” કાર્યક્રમ યોજાશે

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,
ઘોઘાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ ૨૦૨૬” અંતર્ગત “મળી માતૃભાષા મને
ગુજરાતી” વિષય પર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ દ્વારા પી.એમ. શ્રી મૉડેલ સ્કૂલ, અવાણિયા ઘોઘા ખાતે
તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૧:૩૦ કલાકે કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી અબુલ મેઘાણી, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ડો.
ભાગ્યેશ જહા તેમજ કવિ શ્રી જયેશ ભટ્ટ, શ્રી યોગેશ પંડ્યા અને શ્રી આશિષ મકવાણા રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો.
સુરેશ બારૈયા કરશે તેમજ કાર્યક્રમના સંયોજક ડો. ભરત મકવાણા રહેશે.

Related Posts