ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 24 ડિસેમ્બરના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો ડીસેમ્બર – ૨૦૨૪ માસનો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૧૨/૨૦૨૪ નાં રોજ સવારનાં ૧૧ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૬/૧૨/૨૦૨૪ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ સ્વીકારવામાં આવશે સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ મમલતદારશ્રી ઘોઘા ની યાદીમાં જણાવાયું છે.  

Related Posts