પુસ્તક તણું આ જ્ઞાન તો
કેવળ શરૂઆત છે,
સાચું ભણતર જગતમાં
પથરાતી માનવતાની ભાત છે.”
”માતૃભૂમિનું ઋણ અદા
જે દિલથી કરી શકે,
એ જ જીવનના અસલ સંગ્રામમાં જઈને તરી શકે.”
–“પાંધી સર”
ગીરની ભૂમિના સંત સમાન અને જેમનું જીવન ગાંધીવાદી મૂલ્યોને વરેલું હતું તેવા બાલુબાપાએ શિક્ષણ જગતને પણ એક નવો રાહ ચીંધેલ
શિક્ષણ એ માત્ર અક્ષરજ્ઞાન નથી, પણ રાષ્ટ્રના નિર્માણનો પાયો છે તે વાતને ચરિતાર્થ કરતા બાપા શાળામાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના હૃદયસ્પર્શી વિચારો રજૂ કરતાં જોવા મળતાં .
દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષક દિનની ઉજવણી થાય છે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતે જ શિક્ષક બની શાળાનું સંચાલન કરે છે. આ પ્રક્રિયાને બિરદાવતા બાલુબાપા સ્પષ્ટપણે માનતા કે, આ પદ્ધતિ બાળકોમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો ખીલવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “સાચા શિક્ષકો એ છે જે વિચારો થોપતા નથી, પરંતુ વિચારતા શીખવે છે.”
બાપા પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી, નેપોલિયન, ભગતસિંહ અને આઈન્સ્ટાઈન જેવા મહાનુભાવોના ઉદાહરણો ટાંક્તા હતા. તે હમેશાં કહેતા કે આ મહાન વિભૂતિઓ પોતાના પુરુષાર્થના બળે જ આગળ આવી છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે ઉમેરાતાં “તમારી અંદર અનંત શક્તિઓનો ભંડાર છે. ભવિષ્યમાં તમે ગમે તેટલા મોટા ઉદ્યોગપતિ કે અધિકારી બનો, પણ તમારી માતૃસંસ્થા અને માતૃભૂમિને ક્યારેય વિસરતા નહીં.”
શિક્ષકત્વ: રાષ્ટ્રની કાયાપલટની ચાવી
બાલુબાપા દ્રઢપણે માનતાં કે શિક્ષકો વિદ્યાર્થીના મગજમાં માત્ર માહિતી ભરનારા ‘માહિતી કેન્દ્રો’ નથી, પરંતુ જીવનના સંઘર્ષો સામે લડવાની તાકાત આપનારા માર્ગદર્શકો છે. જો ગુરુ સમુદાય યોગ્ય લાયકાત અને ‘શિક્ષકત્વ’ કેળવે, તો આ દેશની કાયાપલટ નક્કી છે.
તેમની
૮૪ વર્ષ અને ૩ દિવસની આયુષમાં સ્વ.બાલુબાપા ગઢીયા તાંતણિયા અને ગીર કાંઠાના ગામડાના લોકોમાં લોકહિત અને લોક જાગૃતિ લાવવા માટે અહર્નિશ તૈયાર રહેતાં
–હરિભાઈ મોર (સુરત)
















Recent Comments