સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબી દ્વારા વિનામૂલ્યે થયું આયોજન
ઉમરાળાની કન્યાશાળામાં વિદ્યાર્થીનીઓને કેન્સર સામેનું રસીકરણ કરાયું છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા વિનામૂલ્યે આયોજન થયું હતું.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા કન્યાઓને ગર્ભાશય કેન્સર સામેનું રસીકરણ થઈ રહ્યું છે.
ગ્લોબલ કર્મા એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ (USA) ના ડો. સંધ્યા અને ડો. રાજન શાહના આર્થિક સહયોગથી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા ઉમરાળામાં શ્રી સલોત ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીની કન્યાઓને ગર્ભાશય મુખ કેન્સર બીમારી સામે (એચપીવી વેક્સિન) રસીકરણ કરાયું છે
આ રસીકરણનું વિનામૂલ્યે આયોજન થયું હતું, જેનો લાભ આ વિદ્યાર્થીનીઓને મળ્યો છે.


















Recent Comments