ગુજરાત

વૈશ્વિક રામકથા— ‘માનસ સદભાવના’ એન.એસ.એસ.ની ૪૫ વિદ્યાર્થીનીઓએ સ્વાગત કક્ષમાં મુખ્ય મહેમાનોની બેઠક વ્યવસ્થા સંભાળી

રાજકોટ. વૈશ્વિક રામકથા— ‘માનસ સદભાવના’એન.એસ.એસ.ની ૪૫ વિદ્યાર્થીનીઓએ સ્વાગત કક્ષમાં મુખ્ય મહેમાનોની બેઠક વ્યવસ્થા સંભાળીઃ શિલાપૂજન દરમ્યાન હરિભક્તોની ઉત્સાહપૂર્વક સેવા કરી સત્કાર્યમાં સ્વયંભુ સહભાગી બન્યાભુદેવોના વેદોકત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ સાથે મહેમાનો શિલાપૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે ત્યારે સ્વાગત કક્ષ ખાતે વહેલી સવારથી કથા પૂર્ણ થાય ત્યાં સુધી મહાનુભાવોની વ્યવસ્થા સહિત હરિભક્તોની સેવાની અવિરત કામગીરી બદલ એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓની સરાહના કરતો સદભાવના વૃધ્ધાશ્રમ પરિવાર

 વડીલો અને વૃક્ષોના જતન-સારસંભાળના ઉમદા આશયથી સદભાવના વૃધ્ધાશ્રમ ધ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહયો છે ત્યારે ભજન અને ભોજન ના આ અનોખા સંગમમાં રોજ ૫૦ હજારથી વધુ શ્રાવકો કથાશ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લઈ ભક્તિરસમાં તરબોળ થઈ રહયા છે. ત્યારે રાજકોટના આંગણે આ સુંદર અને સુચારૂ આયોજનમાં વિવિધ ૩૬ સમિતિના સ્વયંમસેવકો ધ્વારા તમામ વ્યવસ્થા સંભાળાઈ રહી છે ત્યારે આ અલૌકિક વૈશ્વિક રામકથામાં મુખ્ય ડોમ પાસે આયોજકો ધ્વારા શિલાપૂજન વિભાગ બનાવવામાં આવ્યો છે. જયાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહમાનુભાવો અને મુખ્ય દાતાઓ ધ્વારા શિલાપૂજન કરાવવામાં આવે છે આ પૂજન કરાયેલી શિલાને નવનિર્મિત સદભાવના વૃધ્ધાશ્રમના બાંધકામના ઉપયોગમાં લેવામાં આવશે.

ત્યારે મહેમાનોનું સ્વાગત કક્ષની અંદર સ્વાગત વિધિમાં શીલાપૂજન ની સુંદર વ્યવસ્થામાં કરવામાં આવી છે, યાં ભુદેવોના વેદોકત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ સાથે મહેમાનો શિલાપૂજનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે ત્યારે સ્વાગત કક્ષ ખાતે વી.વી.આઈ.પી. અને મુખ્ય મહેમાનોની બેઠક વ્યવસ્થામાં વહેલી સવારથી બપોરના ૨.૦૦ વાગ્યા સુધી એન.એસ.એસ.ની ૪૫ વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી, કથામાં આવેલ હરિભક્તોની સેવા કરી આ સત્કાર્યમાં સ્વયંભુ સહભાગી થઈ રહયા છે.

ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે આ ‘માનસ સદભાવના’-વૈશ્વિક રામકથાના સુંદર આયોજનમાં શહેરના આર.આર.પટેલ કોલેજની ૧૫ વિદ્યાર્થીનીઓ, જે.એચ. ભાલોડીયા કોલેજની ૧૫ વિદ્યાર્થીનીઓ, કણસાગરા મહિલા કોલેજની ૧૫ વિદ્યાર્થીનીઓ સહિત ૪૫ બહેનો એન.એસ.એસ. વોલેન્ટીઅર તરીકે પોતાની સેવા આપી ધન્યતા અનુભવી રહયા છે. ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ પરિવાર ધ્વારા એન.એસ.એસ.ની આ વિદ્યાર્થીનીઓ ની સેવાને બિરદાવાઈ હતી.

Related Posts