fbpx
રાષ્ટ્રીય

Go First એરલાઈન્સની ફ્લાઈટ્‌સ મુસાફરોને થયેલી અસુવિધા માટે કંપનીએ માંગી માફી

ય્ર્હ્લૈજિં એરલાઇનની ફ્લાઇટ્‌સ, જે ૩ મેથી બંધ છે, તે હાલ માટે રદ રહેશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, એરલાઈને ૩૧ જુલાઈ સુધીની પોતાની તમામ ફ્લાઈટ્‌સ કેન્સલ કરી દીધી છે. કંપનીએ ઓપરેશનલ કારણોસર આ ર્નિણય લીધો છે. આ માટે કંપનીએ મુસાફરોની પરેશાની માટે માફી પણ માંગી છે. એરલાઈને રવિવારે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી છે. એરલાઈને રવિવારે ટિ્‌વટ કર્યું કે ૩૧ જુલાઈ, ૨૦૨૩ સુધીની ય્ર્હ્લૈજિં ફ્લાઈટ્‌સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. અસુવિધા માટે અમે દિલગીર છીએ. ય્ર્હ્લૈજિં એ એક નિવેદન પણ બહાર પાડ્યું છે, જે તેમણે ટ્‌વીટ સાથે પોસ્ટ કર્યું છે, જેમાં જણાવ્યું છે કે કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી ફરી શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. ટૂંક સમયમાં બુકિંગ શરૂ થઈ જશે તેવી આશા છે. એરલાઈને કહ્યું કે અમને જણાવતા દુઃખ થાય છે કે ઓપરેશનલ કારણોસર ૩૧ જુલાઈ સુધીની તમામ ય્ર્હ્લૈજિં ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ કેન્સલ થવાથી થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. એરલાઇન કંપનીએ કહ્યું કે અમારું માનવું છે કે ફ્લાઇટ કેન્સલ થવાને કારણે તમારી મુસાફરીની યોજનાઓ ખોરવાઈ શકે છે. આ પહેલા ૨ મેના રોજ ય્ર્હ્લૈજિંએ તેની ફ્લાઈટ્‌સ કેન્સલ કરી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ સ્વૈચ્છિક નાદારી માટેની અરજી દાખલ કરવામાં આવી હતી.
બીજી બાજુ, ગયા શુક્રવારે, ડ્ઢય્ઝ્રછ એ બંધ એરલાઇન ય્ર્હ્લૈજિંને તેની કામગીરી ફરી શરૂ કરવા માટે શરતી પરવાનગી આપી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) એ કહ્યું હતું કે ય્ર્હ્લૈજિં વચગાળાના ભંડોળની ઉપલબ્ધતા અને મંજૂરીને આધીન ફ્લાઇટ્‌સ ફરી શરૂ કરી શકે છે. રેગ્યુલેટરે ૧૫ એરક્રાફ્ટ અને ૧૧૪ ડેઈલી ફ્લાઈટ્‌સ ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી. ય્ર્હ્લૈજિં એરલાઇનમાં લગભગ ૪,૨૦૦ કર્મચારીઓ છે, અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં કામગીરીમાંથી કુલ આવક રૂ. ૪,૧૮૩ કરોડ નોંધાઈ હતી એવા અહેવાલો હતા કે ય્ર્હ્લૈજિં ફ્લાઈટ્‌સના ગ્રાઉન્ડિંગથી હવાઈ ભાડા પર દબાણ આવ્યું છે, ખાસ કરીને પસંદગીના રૂટ પર જ્યાં તેની અસર થઈ હતી.

Follow Me:

Related Posts