ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૦૭ મે, ૨૦૨૬ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા
રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં SSC, HSC, ITI, B.Com, B.A., B.Sc., Diploma, B.E. તથા B.Tech જેવી વિવિધ શૈક્ષણિક
લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટ્રેઈનીની જગ્યાઓ ભરવામાં આવશે.
રોજગાર ઇચ્છુક ઉમેદવારોએ પોતાની લાયકાત અનુસાર રિઝ્યૂમની નકલ સાથે સ્વખર્ચે હાજર રહીને રૂબરૂ
મુલાકાત અને ઇન્ટરવ્યુમાં ભાગ લેવાનો રહેશે.
નોકરીદાતા, ઉપલબ્ધ જગ્યાઓ તથા જરૂરી લાયકાત અંગેની વધુ માહિતી માટે ભાવનગર જિલ્લા રોજગાર
કચેરીની ટેલિગ્રામ ચેનલ “EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)” ની મુલાકાત લેવી, તેમ જિલ્લા
રોજગાર અધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
રોજગારની સુવર્ણ તક: ભાવનગર જિલ્લામાં ટ્રેઈની ભરતી માટે ગુરૂવારે ભરતીમેળાનું આયોજન














Recent Comments