૪૯ વર્ષીય ગોલ્ફર ટાઈગર વુડ્સ દ્વારા તેમના ‘ઠ’ એકાઉન્ટ પર બે ફોટોગ્રાફ મૂકીને તેમના નવા સંબંધની જાહેરાત કરી હતી. વુડ્સે જે મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું જાહેર કર્યું છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ પુત્રવધૂ વેનેસા હેડન છે.
ગોલ્ફર ટાઈગર વુડ્સે લખ્યું છે કે, ‘લવ ઈઝ ઈન ધી એર (પ્રેમ થઈ રહ્યો છે). તમે મારી સાથે હોવાથી જિંદગી બહેતર લાગી રહી છે! અમે સાથે મળીને આ જીવનસફરમાં આગળ વધવા માંગીએ છીએ.’ આ પોસ્ટ મૂકીને ટાઈગર વુડ્સે તેમની નજીકના લોકોની પ્રાઈવસી જળવાય એ માટેની વિનંતી પણ કરી હતી. પ્રેમનો એકરાર કરતી પોસ્ટ સાથે ટાઈગર વુડ્સે બે ફોટો પણ મૂક્યા છે.
તાજેતરમાં વુડ્સ અને વેનેસા સાન ડિએગોમાં ટોરી પાઈન્સ ખાતે ભેગા જાેવા મળ્યા હતાં. એક ગોલ્ફ ટુર્નામેન્ટમાં ઈનામ વિજેતાને ટ્રોફી આપવા માટે વુડ્ઝ ત્યાં ગયો હતો. વુડ્સ હાલ આરામના મૂડમાં છે, કેમ કે ૧૧ માર્ચના રોજ તેના ડાબા પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે હાલમાં ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે એમ નથી.
ઉલ્લેખનીય છે કે, ગોલ્ફર ટાઈગર વુડ્સના ઘણી સ્ત્રીઓ સાથે અગાઉ પણ નામ જાેડાઈ ચૂક્યું છે. તેમણે ૨૦૦૪ માં એલિન નોર્ડેગ્રેન સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૦ માં ટાઈગરનો લગ્નેતર સંબંધ જાહેર થઈ ગયા પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે બાળકો છે. છૂટાછેડા પછી વુડ્સનો પ્રેમસંબંધ સ્કી રેસર ‘લિન્ડસે વોન’ સાથે રહ્યો હતો. એ પણ બે વર્ષમાં મુરઝાઈ ગયો હતો. છેલ્લે તેમનો સંબંધ એરિકા હર્મન સાથે હતો. આ દરમિયાન વુડ્સ અને હર્મન કાયદાકીય વિવાદમાં ફસાયા અને ૨૦૨૨માં સમાધાન કરીને છૂટા પડ્યા.
ગોલ્ફર ટાઈગર વુડ્સે ટ્રમ્પની ભૂતપૂર્વ પુત્રવધૂ સાથેની રિલેશનશિપ મુદ્દે જાહેરાત કરી

Recent Comments