બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઈકબાલને ઢાકા પ્રીમિયર લીગ (ડ્ઢઁન્) મેચ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. તમિમ ઈકબાલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જાેકે, હવે તેમની હાલત ખતરાથી બહાર છે.
સોમવારે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શિનેપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમિમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો.
૩૬ વર્ષીય તમિમ ઈકબાલને બીકેએસપીમાં ચાલી રહેલી ઢાકા પ્રીમિયર લીગમાં શિનેપુકુર ક્રિકેટ ક્લબ સામે મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ માટે રમી રહ્યો હતો. તે ટીમનો કેપ્ટન છે. આ જ ટુર્નામેન્ટની એક મેચ દરમિયાન તમિમ ઈકબાલને મેદાન પર અચાનક છાતીમાં દુ:ખાવો થયો. મેદાનમાં તબીબી સહાય આપ્યા બાદ તેને વધુ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેને હાર્ટએટેક આવ્યો હતો.
આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બીસીબી ડૉક્ટર્સે જણાવ્યું કે, ‘તમિમે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની તપાસ કરવામાં આવી હતી અને ઈસીજી કરવામાં આવ્યો. થોડી સમસ્યા હતી અને ક્યારેક તમને તરત જ નથી સમજાતું કે હૃદયની સ્થિતિ શું છે. પ્રથમ બ્લડ ટેસ્ટમાં એક સમસ્યા હતી. તેણે કહ્યું કે, ‘હું અસ્વસ્થતા અનુભવી રહ્યો છે અને ઢાકા પાછો ફરવા માંગુ છું.‘
આ બાબતે ડૉક્ટરે આગળ જણાવ્યું હતું કે, એક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને જ્યારે તે હોસ્પિટલથી મેદાન પર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને ફરીથી છાતીમાં દુ:ખાવો થયો. ત્યારબાદ તેને ફરી બીજી વખત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને એવું લાગતું હતું કે તેને મોટો હાર્ટએટેક આવ્યો છે. હવે તેમને ફાઝીલતુન્નેસ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તમિમનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેના હાર્ટમાં એક રિંગ લગાવવામાં આવશે.
બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઇકબાલને ચાલુ મેચમાં એટેક આવતા દાખલ કરવામાં આવ્યા

Recent Comments