અમરેલી જિલ્લા સંસ્કૃત સપ્તાહ ઉજવણીની ઉત્કૃષ્ટ કામગીરીની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી છે. સંસ્કૃત સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં નાગરિકોને જોડવામાં આવ્યા હતા.
સંસ્કૃત સપ્તાહની આ સફળ ઉજવણી માટે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મનોહરસિંહ ગોહિલનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ રાજયના તમામ જિલ્લાઓમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
ઓગસ્ટ માસની તા.૬ થી તા.૮ દરમિયાન તમામ જિલ્લાઓમાં સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભારણા દિવસ અને સંસ્કૃત સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
દરેક જિલ્લામાંથી કરેલી પ્રવૃત્તિઓ કાર્યક્રમનું એકત્રીકરણ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ-ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું અને તેમાં રાજ્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૪ (ચાર) જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓનું રાજ્યપાલશ્રીના વરદ હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતુ.
અમરેલી ઉપરાંત બોટાદ, ખેડા અને વલસાડના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓનો સમાવેશ થાય છે. આમ, અમરેલી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી મનોહરસિંહ ગોહિલનું બહુમાન કરવામાં આવ્યુ, તેમ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


















Recent Comments