અમરેલી

અમરેલી ખાતે નિરામયા વીમા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ : જિલ્લામાં કુલ ૫૫૦ દિવ્યાંગ વ્યક્તિઓને નિરામયા વીમા કાર્ડનું વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટ તંત્ર અમરેલી તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અમરેલી દ્વારા નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ અંતર્ગત આવતી સાત યોજના પૈકી નિરામયા વીમા યોજના હેઠળ માર્ગદર્શન શિબિર અને વીમા કાર્ડ વિતરણનો કાર્યક્રમ ડો. બાબા સાહેબ આંબેડકર ભવન અમરેલી અને નિવાસી અંધ વિદ્યાલય થોરડી ખાતે યોજાયો હતો.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ અંતર્ગત આવતી દિવ્યાંગતાના દિવ્યાંગ વ્યક્તિઓને આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર માટે આર્થિક સહાય પુરી પાડી તેઓનું જીવન સારી રીતે જીવી શકે અને તેના સ્વાસ્થ્યમાં વધારો થાય તે છે. આ યોજનામાં ઓટીઝમસેરેબ્રલ પાલ્સીમેન્ટલ રિટ્રેડેશનમલ્ટીપલ ડિસેબિલિટીના દિવ્યાંગ વ્યક્તિઓને આ કાર્ડનો લાભ મળવાપાત્ર છે. જેમાં વાર્ષિક આરોગ્ય વીમા કવર એક લાખ રૂપીયા સુધી છે. જેમાં સારવારદવાઓથેરાપી સહિતનો ખર્ચ આવરી શકાય છે. તેમજ પૂર્વ અસ્તિત્વમાં રહેલી બિમારી પણ આવરી શકાય છે. જે સમગ્ર ભારતમાં આનો લાભ લઈ શકાશે. લાભ લેવા માટે લાભાર્થીએ નેશનલ ટ્રસ્ટ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

અમરેલી જિલ્લામાં કુલ ૫૫૦ દિવ્યાંગ વ્યક્તિઓને નિરામયા વીમા કાર્ડ આપવામાં આવેલ છે. લાભાર્થી તથા તેમના વાલીઓને આ કાર્ડની ઉપયોગિતા વિશે સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી. શિબિરમાં સ્ટેટ નોડલ એજન્સી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ ખાતેથી શ્રી વનરાજસિંહ ચાવડા તથા શ્રી મિહીરભાઈ જાની દ્વારા નિરામયા કાર્ડ અને ગાર્ડીયનશીપ વિષય પર વિશેષ બારીક માર્ગદર્શન જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓને પુરુ પાડવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એન.એમ.પુરોહિતના માર્ગદર્શન હેઠળ સફળ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ચીફ ઓફીસર શ્રી આર.બી.ખેરજિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વી.યુ.જોષીજિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીશ્રીઓજિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીશ્રીઓનિવાસી અંધજન વિદ્યાલય થોરડીના કર્મીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related Posts