અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ૩૨ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા વિચરતી અને વિમુક્ત જ્ઞાતિ ના સરાણિયા અને દેવીપુજક સમાજની ૩૨ સગર્ભા બહેનોને  સંસ્થા ના ખાસ શુભેચ્છક શ્રી કિશોરભાઈ હરીભાઇ દડીયા મુંબઈ ની ૫૮ મી એનીવરસરી નિમિત્તે તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ વિના મૂલ્યે સુખડી વિતરણ કરવામાં આવેલ. મુંબઈ ના જાણીતા  સાયકોલોજીસ્ટ શ્રી  પુજાબેન  પીયુષભાઈ શાહે જરૂરી માર્ગદર્શન આપેલ. સૌ લાભાર્થી બહેનો એ કિશોરભાઈ તથા મંજુલાબેન ને તેમની લગ્ન ગાંઠ પ્રસંગે શુભેચ્છા પાઠવેલ તેમ મહેન્દ્ર પાથર ની યાદી માં જણાવેલ છે. દેવચંદ સાવલિયા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરીવાર.

Related Posts