અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં મુળીયાપાટ-સુવાગઢ રોડ પરના ચે. ૩/૮ થી ૪/૦ વચ્ચે સિંચાઈ વિભાગના પથ્થરના બાંધકામવાળો હયાત પુલ જર્જરિત હોય અને અકસ્માત કે દુર્ઘટના ન સર્જાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિકલ્પ ભારદ્વાજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યો છે.
વૈકલ્પિક રૂટ મુજબ ઠાંસા-મુળીયાપાટ-સુવાગઢ રોડ પરથી પસાર થતા ભારે વાહનોએ મુળીયાપાટથી વીકળીયાથી સુવાગઢ રોડ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું ઉક્ત પુલ નવો ન બને અથવા મરામત કરી અવર જવર માટે સલામતીની દ્રષ્ટીએ સુરક્ષિત ન બને ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.


















Recent Comments