અમરેલી

મૂળ ચલાલાના પરંતુ હાલ રાજકોટ નિવાસી ​હિંમતભાઈ અને દક્ષાબેન મહેતાના સુખમય દામ્પત્ય જીવનના ૩૯ વર્ષ પૂર્ણ

​આજના સમયમાં જ્યારે સંબંધોમાં ક્યાંક ખટાશ જોવા મળતી હોય છે, ત્યારે મૂળ ચલાલાના પરંતુ હાલ રાજકોટ નિવાસ કરતાં મહેતા પરિવારે સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી હિંમતભાઈ કે. મહેતા અને શ્રીમતી દક્ષાબેન હિંમતભાઈ મહેતાના લગ્નજીવનના ૩૯ વર્ષ આજે તારીખ ૦૭/૦૨/૨૦૨૬ના રોજ પ્રભુ કૃપાથી સુખરૂપ પૂર્ણ થયા છે અને તેઓ આજે ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

૦૭ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલ આ દંપતીએ છેલ્લા ચાર દાયકાની સફર પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને આદર સાથે ખેડી છે. હિંમતભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “દક્ષાબેન હંમેશા મારા પડછાયાની માફક મારી સાથે રહીને દરેક ક્ષણે સહકાર અને અપાર પ્રેમ આપ્યો છે. તેમની નિઃસ્વાર્થ સેવા એ મારું સદભાગ્ય છે.”

વધુમાં હિંમતભાઈએ જણાવ્યું હતું કે

કોઈ પણ સફળ પુરુષ ની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે તે રીતે શ્રી હિંમતભાઈ મહેતા શિવમ્ સત્સંગ મંડળ ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ છે તેમાં શ્રી દક્ષાબેન હિંમતભાઈ મહેતાનો સાથ અને સહકાર આપતા હોય ત્યારે જ શક્ય બને છે

આ મંગલ અવસરે હિંમતભાઈ અને દક્ષાબેને પરમાત્માના ચરણોમાં વંદન કરી, વડીલો, સાધુ-સંતો અને માતુશ્રીના આશીર્વાદ લીધા હતા. તેઓએ સૌ સત્સંગીઓ અને મિત્ર વર્તુળ પાસે પ્રાર્થના કરી છે કે આગામી સમયમાં પણ તેમનું દામ્પત્ય જીવન આવી જ રીતે ભક્તિમય અને ખુશખુશાલ પસાર થાય.

પૂર્વના લેણદેણ અને ઈશ્વરીય સંકેતથી બંધાયેલા આ સંબંધને મહેતા પરિવારે જે રીતે નિભાવ્યો છે, તે નવી પેઢી માટે પ્રેરણારૂપ છે. આ પ્રસંગે સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને અનેક સ્નેહીજનો અને સત્સંગીઓ આ દંપતીને વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Related Posts