ભાવનગર

ટીંબી સ્વામી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં રજા

ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રહેશે રજા

પ્રસૂતિ અને તાત્કાલિક સારવાર વિભાગ રહેશે શરૂ

ઈશ્વરિયા શનિવાર તા.૧૧-૧૦-૨૦૨૫

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રજા રહેશે.

ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દિવાળી અને નૂતનવર્ષ તહેવારો સંદર્ભે રવિવાર તા.૧૯થી શનિવાર તા.૨૫ દરમિયાન રજા પાળશે, આથી એક સપ્તાહ બંધ રહેશે. 

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાના દ્વારા જણાવાયા મુજબ આ રજાઓ દરમિયાન પ્રસૂતિ અને તાત્કાલિક સારવાર વિભાગ રહેશે શરૂ રહેશે. તમામ વિભાગો રવિવાર તા.૨૬થી શરૂ થશે.

Related Posts