સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલની કલેકટરશ્રીએ ચર્ચા કરી
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી
કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સુચનો કરતાં જણાવ્યું કે, હાઈવે પર આવેલી હોટલો અને પેટ્રોલ પંપ,
સ્કૂલ-કોલેજ વાળા રસ્તા,લોકોની સતત અવરજવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓએ સ્પીડ બ્રેકર લગાવવાની
સુચના આપી હતી તેમજ રોડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પર
સવિશેષ ભાર મુક્યો હતો. જિલ્લામાં માર્ગ અકસ્માતનાં બનાવો ન બને તે પ્રકારનું આયોજન કરવાની સાથે માર્ગ
અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ/ટ્રોમા-કેર સેન્ટરમાં પહોંચાડનાર
મદદગાર વ્યક્તિને “Scheme for Grant of Award to the Good Samaritan” એવોર્ડથી સન્માનિત કરવા જરૂરી સુચનો
સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આર. ટી. ઓ. ઓફિસરશ્રીએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી. આ
બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર
શ્રી એન.ડી.ગોવાણી સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments