ગુજરાત

e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીનામોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલીએલ.સી.બી. ટીમ

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી
ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની
ફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે
માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્‍ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-
FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ મહાનિદેશક અને
મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓેએ સરકારશ્રીની
આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ
કરવામાં આવતી e-FIR અન્‍વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા
સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
જિલ્‍લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના
ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા
અમરેલી જિલ્‍લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી.એમ.કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને

બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન
સાથે પકડી પાડી, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ
ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
 ડીટેકટ કરવામાં આવેલ ગુનાની વિગતઃ-
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૫૦૩૦૨/૨૦૨૫ BNS
કલમ ૩૦૩(૨).
 પકડાયેલ આરોપીની વિગતઃ-
વિશાલ ભાવેશભાઇ ચાવડા, ઉ.વ.૨૪,રહે.ઓળીયા,તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
 રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક વીવો કંપનીનો Y25 Pro મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૩૫,૯૯૯/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા
તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts