અમરેલી

સારસ્વત શિક્ષણવિંદો ડો નિલન પંડિત ડો નાનકભાઈ ભટ્ટ ની ઉપસ્થિતિ માં શ્રેષ્ટ શિક્ષક બાબુભાઇ મકવાણા નું ૯૦ માં જન્મદિને સન્માન

દામનગર ના નિવૃત રાજ્ય સરકાર ના શ્રેષ્ટ શિક્ષક પરિતોષક વિજેતા શિક્ષક બાબુભાઇ વિઠલભાઈ મકવાણા નું ૯૦ માં જન્મદિને જાણીતા સારસ્વત શ્રી ડો નલિનભાઈ પંડિત ડો નાનકભાઈ ભટ્ટ માનવ સેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના બી એલ રાજપરા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામબાપુ હિપાવડલી હનુમાનજી મહંત પૂજ્ય જસુબાપુ લેખક કવિયત્રી કાલિન્દીબેન પરીખ સામાજિક સ્વૈચ્છિક સહકારી શેક્ષણિક સંસ્થાન ના અગ્રણી સહિત પ્રેરક ઉપસ્થિતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ની પાવન નિશ્રા માં ૯૦ માં જન્મદિને સત્કાર સમારોહ યોજાશે

હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થી વિદ્યાર્થીની ઓનું જીવન મહેંકી રહ્યું છે એવા પ્રેરણામૂર્તિ, પથદર્શક અને ગુજરાત રાજ્યના ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ વિજેતા શ્રી બાબુભાઈ વિઠ્ઠલભાઇ મકવાણા પોતાની જીવનયાત્રાના સફળ ૮૯ વર્ષ પૂર્ણ કરી ૯૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ૯૦ માં જન્મદિવસની ઉજવણી અને ‘સત્કાર સભારંભ’નું રૂડું આયોજન માં સૌ સ્નેહીજનો, શુભેચ્છકો, મિત્રો, વડીલોની ઉષ્માસભર ઉપસ્થિતિમાં ભુરખીયા મુકામે પરમ કૃપાળુ શ્રી ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં તા ૧૬/૦૫/૨૬ ના શનિવાર ના રોજ ગુજરાત રાજ્ય ના પૂર્વ શિક્ષણ નિયામકશ્રી ડૉ.નલિનભાઈ પંડિત તેમજ પૂર્વ વિકાસ કમિશનર  ડૉ.નાનકભાઈ ભટ્ટ ની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજી સમારોહના આધ્યક્ષ શ્રી ડૉ.નલિનભાઈ પંડિત (પૂર્વ શિક્ષણ નિયામકશ્રી) અતિથિ વિશેષ  શ્રી ડૉ.નાનકભાઈ ભટ્ટ (પૂર્વ વિકાસ કમિશનર) સહિત અનેક કેળવણી રત્નો સમાજ શ્રેષ્ટિ ઓ ઉપસ્થિત રહેશે તેમ (બાવી) મકવાણા પરિજનો 

યશવંત બી.મકવાણા શ્રદેવી વાય મકવાણા પૌત્રી રત્ન કું.પરી યશવંત મકવાણા પુત્રી રત્નો નિરૂપમાબેન બી. મકવાણા ડૉ. જયશ્રીબેન બી. મકવાણા  વર્ષાબેન એ. ચૌહાણ ડૉ.સોનલ એ. ચૌહાણ ની યાદી માં જણાવ્યું છે

Related Posts