અમરેલી

પનઘટ પર મરઘટનો પડછાયો: વિશ્વ જ્યારે વિનાશના ઉંબરે, ​ગાઝાથી હોર્મુઝ સુધી લોહીની નદીઓ

​તરસ પનઘટ ઉપર છે ને ડગર મરઘટ બની બેઠી,

માનવતાની બધી વાતો અહીં સરહદ બની બેઠી.

સમંદરની લહેરોમાં હવે તો મોત મલકે છે,

સત્તાની આ ખટપટમાં ધરા સાવ પાગલ બની બેઠી.

———————————————————-

બહુત કઠીન હૈ યે ઘટ પનઘટ કી

છૂકર આતી હૈ યે ડગર મરઘટ કી

કોઈ તો કહદે યે બાત હૈ હમદમ કી

દિલમેં રખકર તસવીર દે દુહાઈ

ઘર ઘર કી બાતેં ઐસે જતાઈ

આતે હૈ મરને ક્યોં ઈસ પથ પર?

શાયદ ઐસી તાસીર ઈસ મિટ્ટીને પાઈ.

કોઈ બતાદે યે રાજ ખટપટ કી

–“પાંધી સર”

​આજની વૈશ્વિક પરિસ્થિતિ ‘પાંધી સર’ની એ પંક્તિઓને સચોટ ઠેરવે છે કે, “છૂકર આતી હૈ યે ડગર મરઘટ કી”. આજે પનઘટ, જે જીવનનું પ્રતીક છે, ત્યાં પાણીને બદલે લોહી વહી રહ્યું છે. ગાઝાની ધરતી આજે વિશ્વ માટે એક જીવતું-જાગતું ‘મરઘટ’ બની ગઈ છે. જ્યાં તરસ છિપાવવા માટે પીવાના પાણીનું ટીપું પણ દુર્લભ બન્યું છે, ત્યાં માનવતાના તમામ માપદંડોને નેવે મૂકીને સત્તાની રમત રમાઈ રહી છે.

​બીજી તરફ, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં મધદરિયે માતમના દ્રશ્યો છે. જે ખલાસીઓ પરિવારના ભરણપોષણ માટે નીકળ્યા છે, તેઓ જાણતા હોવા છતાં કે આ માર્ગ ‘મરઘટ’ જેવો ભયાનક છે, છતાં ત્યાં હોમાઈ રહ્યા છે. પ્રશ્ન એ જ થાય છે કે, “આતે હૈં મરને ઇસ પથ પર ક્યોં?”

​ટ્રમ્પની ચીન મુલાકાત: મધ્યમ માર્ગની શોધ કે નવી વ્યુહરચના?

​જ્યારે અમેરિકા પોતાની જીદ છોડવા તૈયાર નથી અને ઈરાન નમતું જોખવા તૈયાર નથી, ત્યારે વિશ્વ યુદ્ધના જ્વાળામુખી પર બેઠું છે. આ ગંભીર તણાવ વચ્ચે ઘણા વર્ષો બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત એક નવો વળાંક સૂચવે છે. શું આ મુલાકાત એ ‘ખટપટના રાજ’ ઉકેલવાની કોશિશ છે કે પછી સત્તાના સમીકરણો બદલવાની નવી ચાલ? 

હોર્મુઝની સામુદ્રધુની – વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી અને સંભવિત મધ્યસ્થીનો માર્ગ

​મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઈરાન અને પશ્ચિમના દેશો વચ્ચેના તણાવનો ઉકેલ કોઈ લશ્કરી કાર્યવાહીમાં નહીં, પરંતુ આર્થિક વ્યૂહરચનામાં છુપાયેલો છે. આ સમગ્ર વિવાદમાં ‘હોર્મુઝની સામુદ્રધુની’ એક એવું ચાવીરૂપ બિંદુ બનીને ઉભરી રહ્યું છે, જ્યાં અમેરિકા અને ચીન જેવા પરસ્પર વિરોધી દેશોના હિતો પણ એકાકાર થાય છે.

​હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના કુલ તેલ પરિવહનનો લગભગ ૨૦% હિસ્સો ધરાવે છે. ચીન માટે તે તેની ઊર્જા સુરક્ષાનો મુખ્ય માર્ગ છે, જ્યારે અમેરિકા માટે તે વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર રાખવા માટે અનિવાર્ય છે. જો આ માર્ગ બંધ થાય, તો વિશ્વ આખું આર્થિક મહામંદીમાં ધકેલાઈ શકે છે.

​ ‘ગીવ એન્ડ ટેક’ની નીતિ

​નિષ્ણાંતો માને છે કે જો કોઈ ફોર્મ્યુલા કારગત નીવડી શકે તેમ હોય, તો તે માત્ર હોર્મુઝની સુરક્ષા સાથે જોડાયેલી છે.

​ ઈરાન ભલે તેના અણુ સંશોધનો પર ભાર મૂકતું હોય, પરંતુ જો તે હોર્મુઝના માર્ગને સંપૂર્ણપણે સુરક્ષિત અને અવરોધરહિત રાખવાની ખાતરી આપે, તો તે બદલામાં આર્થિક પ્રતિબંધોમાં મોટી રાહત મેળવી શકે છે. જોકે આ પ્રસ્તાવમાં અમેરિકાએ થોડું નમતું જોખવું પડે તેમ છે (કારણ કે તેણે ઈરાનના અણુ કાર્યક્રમ સામે આંખ આડા કાન કરવા પડી શકે), તેમ છતાં વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાય નહીં તે અમેરિકા માટે હાલની પ્રાથમિકતા હોય શકે .ચીન આ પ્રસ્તાવમાં સૌથી મોટું સમર્થક બની શકે તેમ છે, કારણ કે તેને ઈરાન અને પશ્ચિમ બંને સાથે વેપાર જાળવી રાખવામાં રસ છે.​અન્ય તમામ રાજદ્વારી ફોર્મ્યુલા અત્યાર સુધી નિષ્ફળ સાબિત થઈ છે. ઈરાન તેની અણુ જીદ છોડવા તૈયાર નથી અને પશ્ચિમ તેને સ્વીકારવા તૈયાર નથી. આવી સ્થિતિમાં, ‘હોર્મુઝને મુક્ત અને સુરક્ષિત રાખવો’ એ જ એકમાત્ર એવો વ્યવહારુ પ્રસ્તાવ છે જે ત્રણેય પક્ષોને ટેબલ પર લાવી શકે છે. જો હોર્મુઝ સુરક્ષિત રહેશે, તો જ વૈશ્વિક અર્થતંત્રનું ચક્ર ચાલતું રહેશે.ટૂંકમાં 

માટીની તાસીર આજે લોહીથી ખરડાયેલી છે અને વિશ્વ કોઈ એવા ‘હમદમ’ની શોધમાં છે જે શાંતિનો માર્ગ બતાવી શકે.​ઘર-ઘરમાં બેસીને આપણે સમાચાર વાંચીએ છીએ, પણ એ માટીની અસલી વેદના તો એ જ જાણે છે જેણે આ પથ પર અપનોને ગુમાવ્યા છે. ‘પાંધી સર’ની કલમ આજે માત્ર કવિતા નથી, પણ વૈશ્વિક સંકટનો આયનો હોય તેવો અહેસાસ થાય છે

Related Posts