હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે

બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની ક્લાસિક ગણાવાયેલી ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે. આ ફિલ્મને ૧૭ વર્ષ પૂરાં થયાં છે, જાે કે, આ મુદ્દે બોલીવુડમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ નું સ્ક્રિનિંગ આગામી મહિને યોજાશે.
આ જાહેરાત થયા બાદ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવરીકરે આ ફિલ્મને પસંદ કરવા બદલ એકેડમીનો આભાર માન્યો હતો. આ ફિલ્મ હૃતિક અને ઐશ્વર્યા બંનેની કેરિયરની માઈલસ્ટોન મૂવી ગણાય છે. ફિલ્મનું સંગીત પણ સતત લોકપ્રિય રહ્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનાં કોશ્ચ્યૂમ તથા જ્વેલરીની વિશેષ ચર્ચાઓ થઈ હતી.
Recent Comments