જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શનમાં અમરેલી સ્થિત ટી.પી.ગાંધી સ્કૂલ ખાતે ‘બેટી બચાવો’ બેટી પઢાઓ’ યોજના અન્વયે કિશોરીમેળો યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટર આર.બી.એસ.કે સ્ટાફ ડો. કિરણબેન ગેડીયા દ્વારા કિશોરીઓના સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા વિષયક માહિતી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. ઉપરાંત કિશોરીઓની આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવી હતી. સાથે ઓલ્બેનડોજેલ ટેબ્લેટ, આયર્ન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અમરેલી સ્થિત ટી.પી.ગાંધી સ્કૂલ ખાતે ‘બેટી બચાવો’ બેટી પઢાઓ’ યોજના અન્વયે કિશોરીમેળો યોજાયો



















Recent Comments