વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર અને બ્લોકથી પરિચિત થાય તે માટે બુધવારે તમામ પરીક્ષા કેન્દ્રો ખુલ્લા રહેશે

આગામી તા.27/02/2025 થી SSC અને HSC પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા કેન્દ્ર અને બ્લોકથી પરિચિત થાય તે માટે આવતીકાલ તા.26-02-2025ને બુધવારના રોજ બપોરે 02:30 થી 05:00 કલાક સુધી તમામ પરીક્ષા કેન્દ્રો ખુલ્લા રાખવાના રહેશે. આ દિવસે પરિક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે વર્ગખંડ બહારથી જોઈ શકશે. તેમ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની અખબારી યાદીમાં દ્વારા જણાવ્યું છે.
Recent Comments