લાઠી તાલુકાના શાખપુર ગામે છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયત કચેરીના બિલ્ડીંગ નું કામ પૂર્ણ થયેલ ન હોય અનેક રજૂઆત તાલુકા જિલ્લા ધારાસભ્ય અને સાંસદ શ્રી અને કલેક્ટર સમક્ષ અનેક રજૂઆતો આ પાંચ વર્ષમાં થઈ કોઈ પણ પ્રકારનું પરિણામ આવેલ નથી અને આ ગ્રામ પંચાયત બિલ્ડીંગ નું અધવચ્ચે કરેલું હોય ત્રણ ત્રણ વખત ટેન્ડરો બહાર પડેલ હોય કોઈ એજન્સી કામ કરવા માટે તૈયાર ન હોય જેથી આ બાબતની રજૂઆત શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા આદરણીય અને સન્માનનીય અને યશસ્વી ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સમક્ષ એક પત્ર લખી અને શાખપુર ગ્રામ પંચાયત કચેરી ના બિલ્ડીંગનું કામ વહેલી તકે પૂર્ણ કરવા અને શાખપુર ગ્રામ પંચાયત કચેરી નું બિલ્ડીંગ જ નથી અને સાંસ્કૃતિક હોલમાં બેસીને ગ્રામ પંચાયત કચેરીનો વહીવટ ચલાવવામાં આવે છે જેની રજૂઆત વહેલી તકે કાર્ય પૂર્ણ કરવા અને ગ્રામ પંચાયત કચેરીનું બિલ્ડીંગ નવું બિલ્ડીંગ શાખપુર ગામને મળે તેની રજૂઆત શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવી છે
હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી. શાખપુર ગ્રામ પંચાયત નું કામ પાંચ વર્ષ થી ટલ્લે

Recent Comments