ગુજરાત

રોડ પર પતંગ પકડવા ગયા તો… ઉત્તરાયણ પર ધ્યાન રાખજાે નહિંતર થશે સજા

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા મુજબ જાહેર માર્ગો પર દોડીને પતંગ પકડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, પરંતુ આ વર્ષે ઉત્સાહ સાથે સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ જાહેર માર્ગો પર દોડીને પતંગ પકડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામા અનુસાર, શહેરમાં ઉત્તરાયણના તહેવારના અનુસંધાને તારીખ ૧૦ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાર્ગ ઉપર અન્ય વ્યક્તિને ઈજા થાય અથવા ભય પમાડે તે રીતે પતંગ ઉડાડી શકશે નહીં. આ સિવાય જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ નિયમોનું મુખ્ય કારણ છે અકસ્માતો અને જાનહાનિની ઘટનાઓને રોકવી. પાછલા વર્ષોમાં પતંગની દોરીના કારણે ઘણી બધી દુર્ઘટનાઓ બની છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. આવી ઘટનાઓને રોકવા માટે આ નિયમો લાવવામાં આવ્યા છે. જાહેર માર્ગ પર દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ છે. જાે કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે પણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે ભારતીય ન્યાય સંહિતા ઘરની છત અથવા કોઈ ખુલ્લી જગ્યા જેવી કે મેદાનમાં પતંગ ઉડાડો.પતંગની દોરી ચલાવતી વખતે સાવચેતી રાખો અને ખાસ કરીને બાળકો પર નજર રાખો.ચાઈનીઝ દોરી ખૂબ જ ખતરનાક હોય છે, તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળો.પોલીસ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો. નિયમોનું પાલન કરીને આપણે સૌ મળીને ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત અને આનંદદાયક બનાવી શકીએ છીએ.

Related Posts