fbpx
ગુજરાત

અમદાવાદમાં નશામાં ધૂત શખ્સે અણછાજતું વર્તન કરીને મહિલાની છેડતી કરી

પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીઓના બનાવો વધતા મહિલાઓને સુરક્ષા સામે સવાલો ઉપસ્થિત થઇ રહ્યા છે. ગીતા મંદિર રોડ ઉપર મહિલા ચાલતી હતી ત્યારે દારુમાં ધૂત શખ્સે મહિલા સાથે અણછાજતું વર્તન કરીને વિભત્સ ભાષાનો ઉપયોગ કરીને મહિલાની છેડતી કરી હતી. એટલું જ નહી મહિલાએ તેની માતાને જાણ કરતો તો આરોપીએ આવીને મહિલાને કહ્યું કે તારી જેવી કેટલીયે રાખું છું.

આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે છેડતી સહિતીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાગડાપીઠ વિસ્તારમાં ૩૮ વર્ષની શ્રમજીવી મહિલા તેના પતિ સાથે રહે છે ગઇકાલે સાંજે ચાલતી ચાલતી ગીતા મંદિર નજીક આવેલી ચાલીમાં પોતાના સગાના ત્યાં જઇ રહી હતી ત્યારે એક શખ્સ દારુ પીધેલી હાલતમાં ત્યાં રખડતો હતો અને મહિલાનો પીછો કરીને અશ્લીલ શબ્દો બોલતો હતો અને હાથ પકડવાનો પ્રયાસ કરીને છેડતી કરી હતી. મહિલા ગભરાઇ ગઇ હોવાથી જે તે સમયે ત્યાંથી જતી રહી હતી ત્યારબાદ આરોપીના ઘરે જઇને તેની માતાને તેમના પુત્રને કરતૂતની જાણ કરી હતી. જેથી આરોપીએ આવીને મહિલાને કહ્યું તે તારા જેવી કેટલીયે રાખું છું. જેથી મહિલાએ પરિવારજનોને વાત કરી હતી. આરોપી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિાયાદ કરતાં પોલીસે આ ઘટના અંગે છેડતી સહીતની કલમ હેઠળ તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts