ભાવનગર જિલ્લામાં તા. ૫ થી ૧૮ ડિસેમ્બર દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ પરીક્ષણ કેમ્પ યોજાશે
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણોના પરિક્ષણ માટે નોંઘણી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો) કાનપુર (ભારત સરકારનું એક “મીનીરત્ન” સાહસ) નું સહાયક ઉત્પાદન એકમ ઉજજૈનનાં અને જિલ્લા પ્રશાસન, ભાવનગર (ગુજરાત) ના સહયોગથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ, વ્હીલચેર, કાખઘોડી, કાનનું મશીન, દ્રષ્ટી બાધિત માટે ફોલ્ડિંગ સ્ટીક, બ્રેલકિટ વગેરે ઉપકરણોના પરીક્ષણ માટે નિ:શુલ્ક નોંઘણી વ્યવસ્થા માટે, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અને જિલ્લા પ્રશાસન ભાવનગરના સહયોગથી તા. ૫ થી ૧૮ ડિસેમ્બર સુધી અલગ અલગ સ્થળોએ સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી પરીક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે.
તા. ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ ભાવનગર પશ્ચિમ વિસ્તાર માટે – સર ટી. હોસ્પીટલ, ૦૬/૧૨/૨૦૨૪ ના રોજ ભાવનગર પૂર્વ વિસ્તાર માટે – સર ટી. હોસ્પીટલ, ૦૭/૧૨/૨૦૨૪ ના રોજ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર માટે – સર ટી. હોસ્પીટલ, ૦૯/૧૨/૨૦૨૪ ના રોજ સામહિક આરોગ્ય કેન્દ્ર-ઘોઘા, ૧૦/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર- શિહોર, ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-વલ્લભીપુર, ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર- ઉમરાળા, ૧૩/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-તળાજા, ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર- મહુવા, ૧૬/૧૨/૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર-જેસર, ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર- ગારીયાધાર, ૧૮/૧૨/૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર- પાલીતાણા ખાતે કેમ્પ યોજાશે.
આથી ભાવનગર જિલ્લા (ગુજરાત)માં રહેતા તમામ દિવ્યાંગ લોકો (જેમણે છેલ્લા ૦૩ વર્ષમાં કોઇ સરકારી યોજનામાં નિ:શુલ્ક સાધન મેળવેલ ન હોય) તેઓને અનુરોધ કરવામાં આવે છે કે ભારત સરકારની જનકલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે તમારી નજીકના શિબિર સ્થળે જઈ પરીક્ષણ કરાવી શકે છે. નોંઘણી માટે ઇચ્છુક દિવ્યાંગલોકો નિ:શુલ્ક ઉપકરણ મેળવવા માટે પોતાની સાથે જરૂરી દસ્તાવેજો લાવવાના રહેશે. જેમાં દિવ્યાંગજનો માટે પાત્રતા અને સાથે લાવવાનાં પ્રમાણપત્રોમાં દિવ્યાગતા પ્રમાણપત્રની નકલ (લઘુતમ ૪૦% દિવ્યાંગતા), UDID કાર્ડની નકલ, આવકનો દાખલો આવકનો દાખલો (પ્રતિ માસ રૂા.૨૨,૫૦૦ કે તેથી ઓછી અને કોઇ પણ રાજયપત્રીત અધિકારીશ્રીનો સંસદ સભ્યશ્રી/ ધારાસભ્યશ્રી દ્વારા અપાયેલ), ભારત સરકાર/રાજય સરકાર દ્વારા જારી કરાયેલ ફોટાવાળુ ઓળખપત્રની નકલ (આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બી.પી.એલ. રેશન કાર્ડ, બેંક પાસ બુક, પાન કાર્ડ વગેરે) તેમજ બે પાસપોર્ટ સાઈઝના ફોટા લાવવાના રહેશે.
Recent Comments