fbpx
રાષ્ટ્રીય

હિન્દુ હોવાનો દાવો કરતી મહિલાની અરજી ફગાવી : સુપ્રીમ કોર્ટે કહ્યું,”તેને સ્વીકારી શકાય નહીં”

“માત્ર અનામતનો લાભ લેવા માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન બંધારણ સાથે વિશ્વાસઘાત છે”
જ્યારે ખરેખર તમને વિશ્વાસ હોય ત્યારે ધર્મપરિવર્તન કરો, શ્રદ્ધા વિના ધર્મ પરિવર્તનની મંજૂરી નથી અને બાપ્તિસ્મા પછી હિન્દુ હોવાનો દાવો ન કરી શકાય ઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે અરજદારની અપીલ ફગાવી દીધી અને કહ્યું કે તેને સ્વીકારી શકાય નહીં. ૮ વકીલોએ અરજદાર મહિલાની ઉલટતપાસ કરી હતી અરજદાર મહિલા સેલવરાની વતી એડવોકેટ એનએસ નેપ્પિનાઈ, વી બાલાજી, અસાઈથામ્બી એમએસએમ, અતુલ શર્મા, સી કન્નન, નિઝામુદ્દીન, બી ધનંજય અને રાકેશ શર્માની ઊલટ તપાસ કરવામાં આવી હતી. તે જ સમયે, વકીલો અરવિંદ એસ, અક્ષય ગુપ્તા, અબ્બાસ બી અને થરાને એસએ તમિલનાડુ સરકારનો પક્ષ રજૂ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર અનામતનો લાભ લેવા માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન બંધારણ સાથે વિશ્વાસઘાત છે.

કોર્ટે આ ર્નિણય ૨૬ નવેમ્બરના રોજ એવા કેસમાં આપ્યો હતો જેમાં એક મહિલાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, પરંતુ બાદમાં અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે તે હિંદુ હોવાનો દાવો કર્યો હતો.
તમને જણાવી દઈએ, અનામતનો લાભ લેવા માટે કરવામાં આવતું ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટની મહત્વની ત્રણ ટિપ્પણીઓ વિષે જણાવીએ, જેમાં પહેલી ટિપ્પણી વિષે જણાવીએ જસ્ટિસની બેન્ચે કહ્યું કે,”જ્યારે ખરેખર તમને વિશ્વાસ હોય ત્યારે ધર્મપરિવર્તન કરો”, ત્યારે જસ્ટિસની બેન્ચે બીજી ટિપ્પણી કરતા કહ્યું કે,”શ્રદ્ધા વિના ધર્મ પરિવર્તનની મંજૂરી નથી” અને ત્રીજી ટિપ્પણી કરતા બેન્ચે કહ્યું,”બાપ્તિસ્મા પછી હિન્દુ હોવાનો દાવો ન કરી શકાય”.

જસ્ટિસની બેન્ચે આપેલી પહેલી ટિપ્પણી વિષે જણાવીએ જેમાં, જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ આર મહાદેવને મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો હતો. બેન્ચે કહ્યું, “કોઈ વ્યક્તિએ ત્યારે જ ધર્મ સ્વીકારવો જાેઈએ જ્યારે તે તે ધર્મના મૂલ્યો, વિચારો અને માન્યતાઓથી પ્રેરિત હોય.” જસ્ટિસની બેન્ચે આપેલી બીજી ટિપ્પણી વિષે જણાવીએ જેમાં, કોર્ટે કહ્યું, “જાે ધર્મ પરિવર્તનનો ઉદ્દેશ્ય અનામતનો લાભ લેવાનો હોય, પરંતુ વ્યક્તિને તે ધર્મમાં વિશ્વાસ ન હોય તો તેને મંજૂરી આપી શકાય નહીં. આવી સ્થિતિમાં તેનાથી અનામત નીતિ અને સામાજિક પ્રકૃતિને જ નુકસાન થશે”. જસ્ટિસની બેન્ચે આપેલી ત્રીજી ટિપ્પણી વિષે જણાવીએ જેમાં, જસ્ટિસની બેન્ચે કહ્યું, “અમારી સમક્ષ મૂકવામાં આવેલા પુરાવાના આધારે, બેન્ચે કહ્યું કે અરજદારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને તે નિયમિતપણે ચર્ચમાં જાય છે, એટલે કે તે ધર્મનું પાલન પણ કરી રહી છે, પરંતુ બીજી તરફ તે દાવો કરી રહી છે. કે તે હિંદુ છે તે બે દાવા કરી રહી છે.

Follow Me:

Related Posts