ગુજરાત

ભાવનગરમાં લગ્નેતર સંબધોમાં મહિલાને મળી ધમકી, પ્રેમીએ રિલેશનશીપ તોડી નાંખતા ધમકી આપી હોવાનું સામે આવ્યું

રિલેશનશિપ તોડી નાખતા પ્રેમીએ આપી ધમકી ભાવનગરમાં લગ્નેતર સબંધને પગલે મહિલાને ધમકી આપવામાં આવી છે. જેમાં પ્રેમીએ રિલેશનશીપ તોડી નાંખતા ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ મહિલા અને તેના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહી અગાઉ પણ ભાવેશ નામના આ પ્રેમીએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. જેને પગલે ભાવેશ નામના શખ્સ પર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપી ભાવેશે મહિલાના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તે સિવાય મહિલાના પતિ વિરૂધ્ધ ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts