fbpx
ગુજરાત

ડાકોરમાં વિધર્મી શખ્સે બ્લેકમેઈલ કરી પરિણીતા પર દુષ્કર્મ આચયુ

ડાકોરમાં કેબીન ચલાવતી પરિણીતા કુદરતી હાજતે ગઈ તે વખતે ફોટો પાડી લઈ ડાકોરમાં લારી ચલાવતા વિધર્મી શખ્સે તેણીને બ્લેકમેઈલ કરી નવ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. ફોટો ડિલિટ કરવાના બહાને બોલાવી, દુષ્કર્મ આચરી, પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા ડાકોરમાં કેબિન ચલાવે છે. તેણી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે સોડા-શરબતની લારી ચલાવતો જલાલુદ્દીન ઉર્ફે ગોટુ પઠાણે તેણીનો પીછો કરી ફોટો પાડી લીધા હતા. બાદમાં શખ્સે પરિણીતાને ફોટો દેખાડી, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ બ્લેકમેઈલ કરીને ડાકોરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મરજી વિરૃદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. પરિણીતા પિયર જતાં શખ્સ ત્યાં પણ તેની પાછળ પહોંચી ગયો હતો અને ફોટો ડિલિટ કરવાના બહાને બોલાવીને નવ મહિનાથી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ તેણીના બાળકો અને પતિને મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી તેણીએ પતિ અને સાસરિયાઓને આ અંગે જાણ કરી ડાકોર પોલીસ મથકે જલાલુદ્દીન ઉર્ફે ગોટુ પઠાણ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાના નિવેદન સાથે મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ શખ્સને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે.

Follow Me:

Related Posts