ગુજરાત

જામનગરમાં આરોપીએ ૧૧ વિદ્યા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાતાં તોડી પડાયું

જામનગરમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરીને જમીન હડપવાની કોષિશ કરવામાં આવી. જામનગરગ્રામ્ય તાલુકા પોલીસ મથકની નજીક થાવરીયા ગામની નજીક આવેલી સરકારી ગૌચરની જમીનમાં સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખનાઓએ ૧૧ વિદ્યા જમીનમાં અશદ ફાર્મ હાઉસ તથા તાર ફેન્સિંગ કરીને દબાણ કર્યું છે.

દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને સરકારી ગૌચર જમીન પર કબજાે જમાવ્યો હતો. દબાણકર્તા પર નવેમ્બર મહિનામાં સીટી એ પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી, બળાત્કાર, આર્મ્સ એક્ટ, તથા પ્રોહીબિસન સહિતના ૦૭ ગુના નોંધાયા છે. આરોપી હજી મળી આવ્યો નથી, તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસ આરોપીને શોધીને આગળની કાર્યવાહી કરીને તપાસ કરાશે. હાલમાં જામનગરમાં ગેરકાયદેસર બાંધકામો અને જમીનો પર દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં વધતાં દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. આજે સવારે ય્. ય્. ૐર્ંજીઁૈં્‌છન્ નજીકના સ્થળોથી ગેરકાયદેસર દબાણો અને સામેની તરફ આવેલી દૂકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગે કર્મચારીઓ સાથે રાખીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણો હટાવવા જહેમત ઉઠાવી છે.

Related Posts