અમરેલી

તળાજાના લીલીવાવમાં સાવરકુંડલાની પરિણીતા પર સાસરિયાએ ત્રાસ આપ્યો

સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાના લગ્ન તળાજાના લીલીવાવમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા પર સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. મીતાલીબેન હરમીતભાઇ ડોડીયા (ઉ.વ.૨૪)એ પતિ હરમીતભાઇ ભરતભાઇ ડોડીયા, સસરા ભરતભાઇ સવજીભાઇ ડોડીયા, સાસુ મીનાબેન ભરતભાઇ ડોડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ તેમને અવાર નવાર ઘરકામ તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારી હેરાન પરેશાન કરી હતી. તેમજ શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી ગાળો આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts