fbpx
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ભાજપ ૧૪૯ પર લડી અને ૧૩૩ સીટો જીતી, તોડ્યા અનેક રેકોર્ડ

યોગી આદિત્યનાથ યુપીમાં હિન્દુત્વની રાજનીતિથી જીત્યા. મહારાષ્ટ્રમાં પણ આવું જ જાેવા મળ્યું છે. ત્યાં દેવેન્દ્ર ફડણવીસે હિન્દુત્વનો ઝંડો ઊંચકીને ભાજપને મહારાષ્ટ્રના રાજકારણનો બિગ બોસ બનાવી દીધો છે. સાફ કરવું છે… એટલે કંઈ બાકી નથી, બધું પૂરું થઈ ગયું છે. સંપૂર્ણપણે બધુ ખતમ થઈ જવું. આજે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મહાવિકાસ આઘાડી સાથે પણ આવું જ કર્યું છે. મહાયુતિએ મહારાષ્ટ્રમાં એવું તોફાન મચાવ્યું કે તેણે ૨૮૮માંથી ૨૩૦ બેઠકો જીતી અને મહાવિકાસ આઘાડી માત્ર ૪૬ બેઠકો પર જ સમેટાઈ ગઈ. મહાયુતિ ગઠબંધન સ્ફછ કરતાં લગભગ પાંચ ગણી બેઠકો જીતી ચૂક્યું છે. મતલબ કે મહારાષ્ટ્રમાં મહાયુતિનું વાવાઝોડું ફૂંકાયું છે અને એમવીએનો વિનાશ થઈ ગયો છે.

રસપ્રદ વાત એ છે કે મહાવિકાસ અઘાડીને શિંદેની શિવસેનાએ એકલા હાથે હાર આપી છે. શિવસેનાએ ૫૭ બેઠકો જીતી હતી, જ્યારે મહાવિકાસ અઘાડી, કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ જૂથ અને એનસીપી શરદ પવાર મળીને માત્ર ૪૭ બેઠકો જીતી શક્યા છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે હવે ભાજપ મહારાષ્ટ્રમાં સત્તા પર બિગ બોસ છે, જેણે આ વખતે એટલું જાેરદાર પ્રદર્શન આપ્યું છે કે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મહાયુતિમાં સામેલ ભાજપે કુલ ૧૪૯ બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી તેણે ૧૩૩ બેઠકો જીતી હતી. શિવસેના શિંદેએ ૮૧ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૫૭ બેઠકો જીતી હતી. એનસીપીની વાત કરીએ તો તેણે ૫૯ સીટો પર ચૂંટણી લડી હતી અને ૪૧ સીટો જીતી હતી.

મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો કોંગ્રેસ ૧૦૧માંથી ૧૫ સીટો જીતી છે. શિવસેના ેંમ્‌ ૯૫ માંથી ૨૦ સીટો જીતી શકી. એનસીપી શરદ પવાર જૂથ ૮૬ બેઠકો પર લડી હતી અને માત્ર ૧૦ બેઠકો જીતી છે. કોની કેટલી સ્ટ્રાઈક રેટ? જે જણાવીએ, જેમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ લગભગ ૮૮ ટકા છે. શિવસેના શિંદેનો સ્ટ્રાઈક રેટ લગભગ ૬૭ ટકા છે. એનસીપીનો સ્ટ્રાઈક રેટ ૬૯ ટકાની આસપાસ છે. કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ લગભગ ૧૫ ટકા છે. શિવસેના ઉદ્ધવનો સ્ટ્રાઈક રેટ લગભગ ૨૨ ટકા છે. અને દ્ગઝ્રઁ શરદ પવારનો સ્ટ્રાઈક રેટ ૧૧ ટકા આસપાસ છે. કોને કેટલા મત મળ્યા? જે વિષે જણાવીએ, ભાજપને ૨૬.૭૭ ટકાથી વધુ વોટ મળ્યા છે. શિવસેના શિંદેને લગભગ ૧૨.૩૭ ટકા વોટ મળ્યા છે. દ્ગઝ્રઁ અજિત પવારને લગભગ ૯.૦૨ ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસને લગભગ ૧૨.૩૯ ટકા વોટ મળ્યા છે. શિવસેના ઉદ્ધવને લગભગ ૯.૯૭ ટકા વોટ મળ્યા છે. અને એનસીપી શરદ પવારને લગભગ ૧૧.૨૯ ટકા વોટ મળ્યા છે. એટલે કે સીટ જીતવામાં નંબર વન, મત ટકાવારીમાં નંબર વન, વિનિંગ સ્ટ્રાઇક રેટમાં પણ નંબર વન, ભાજપ દરેક બાબતે આગળ નિકળ્યું છે પાછળ દૂર-દૂર સુધી કોઈ નથી. મહત્વની વાત છે કે મહારાષ્ટ્રમાં બહુમતનો આંકડો ૧૪૫નો છે અને ભાજપે એકલાએ ૧૨૬ સીટ જીતી છે. એટલે કે બહુમતથી માત્ર ૧૯ સીટ ઓછી.

Follow Me:

Related Posts