સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધૂળની ડમરીઓએ રહીશો અને ખાસ કરીને વેપારીઓનું જીવવું દુષ્કર કરી દીધું છે. શહેરના મુખ્ય એવા ગૌશાળા ઢાળ ઉતરીને નેસડી રોડ તરફ જતાં જાહેર માર્ગો પર ઉડતી અસહ્ય ધૂળને કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નેસડી રોડ એ શહેરનો ધમધમતો રસ્તો છે, જ્યાંથી દિવસ-રાત અનેક મોટા અને ભારે વાહનો પસાર થાય છે. રસ્તા પર જામી ગયેલી ધૂળના થર જ્યારે આ વાહનો પસાર થાય ત્યારે હવામાં ઉડે છે, જેનાથી આખું વાતાવરણ ધૂંધળું બની જાય છે. વેપારીઓનો આરોપ છે કે, આ ધૂળ સીધી તેમની દુકાનોમાં જમા થાય છે, જેના કારણે કિંમતી માલ-સામાન બગડી રહ્યો છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
ધૂળના આતંકથી બચવા માટે હવે વેપારીઓએ મજબૂરીમાં અનોખો રસ્તો અપનાવ્યો છે. અનેક દુકાનદારોએ પોતાની દુકાનના પ્રવેશદ્વાર પર પારદર્શક પ્લાસ્ટિકના કવચ (પડદા) લગાવી દીધા છે. ગ્રાહકોને અંદર આવવામાં તકલીફ પડતી હોવા છતાં, ધૂળથી બચવા માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ વેપારીઓ પાસે બચ્યો નથી.
સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે કે નગરપાલિકા આ બાબતે જાગૃત બને અને માત્ર કાગળ પર નહીં પણ ‘યુદ્ધના ધોરણે’ જમીની કામગીરી કરે. રસ્તા પરથી ધૂળ દૂર કરવામાં આવે અથવા નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને સાથે સાથે આ રોડ તદન બિસ્માર હોય નવો રોડ બનાવવામાં આવે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે

















Recent Comments