કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

કચ્છ જિલ્લામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ વિશે વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કુલ ૭,૪૨૪ હેક્ટર વિસ્તારમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૩૫૪.૬૭ લાખ જેટલી છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નખત્રાણા તાલુકામાં રૂ. ૨૮૩.૯૯ લાખના ખર્ચે કુલ ૭૬૮ હેકટરમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં કચ્છ જિલ્લામાં વન વ્યવસ્થા અને વિકાસની યોજના હેઠળ ૩,૦૬૯ હેક્ટર વિસ્તારમાં રૂ. ૧,૦૭૫.૯૬ લાખના ખર્ચે ૨૫.૭૨ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૨૧.૪૭ લાખ જેટલી છે. તેવી જ રીતે કેમ્પા યોજના હેઠળ ૪,૨૦૦ હેક્ટરમાં રૂ. ૨,૫૩૨.૮૫ લાખના ખર્ચે ૩૮૩.૮૩ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૩૧૭.૮૫ લાખ જેટલી છે.
આ ઉપરાંત સ્ટેટ ચેર યોજના અંતર્ગત ૧૫૦ હેક્ટરમાં રૂ. ૩૯.૫૦ લાખના ખર્ચે ૧૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૧૫.૩૩ લાખ જેટલી છે, તેમજ ફોરેસ્ટ રિસર્ચ અંતર્ગત ૫ હેક્ટરમાં રૂ. ૧.૬૯ લાખના ખર્ચે ૩ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી જીવંત રોપાની સંખ્યા ૨ હજાર જેટલી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
Recent Comments