અમરેલી તાલુકાના થોરડી મુકામે શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ.પ્રધુમનભાઈ વાજા તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી અને અમરેલી વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાના કરકમળે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો તથા આગેવાનો દ્વારા મંત્રીશ્રીઓનું ભાવભર્યું સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આશરે રૂ. ૧૦ લાખના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યુ હતું. આ કોમ્યુનિટી હોલના નિર્માણથી ગામના સામાજિક, સાંસ્કૃતિક તથા વિકાસલક્ષી કાર્યક્રમોને નવી દિશા મળશે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.
તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા દ્વારા મંત્રીશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી ડૉ.વાજા અને શ્રી,વેકરીયાએ ગામના સ્થાનિક આસ્થાના કેન્દ્ર સમાન શિવ મંદિરમાં દર્શન કરી અને આશિર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, જિલ્લાના પંચાયતના સભ્યશ્રી, મુકેશભાઈ બગડા, શ્રી,શંભુભાઈ મહિડા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments