રાષ્ટ્રીય

ભારતીય સેનાએ ડિફેન્સ સિસ્ટમ S-૪૦૦ થી જવાબ આપતાં પાકિસ્તાનનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કર્યું

છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાને ભારતના ૧૫ લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરતાં આજે સવારે ભારતીય સેનાએ ડિફેન્સ સિસ્ટમ જી-૪૦૦થી જવાબ આપતાં પાકિસ્તાનનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કર્યું છે. ભારતે પહેલીવાર જી-૪૦૦ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ મિસાઈલને નાટો દ્વારા જીછ-૨૧ ગ્રોલર લોંગ રેન્જ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. તેમજ આ મિસાઈલ માઈનસ ૫૦ ડિગ્રી હોય કે માઈનસ ૭૦ ડિગ્રી, તે કોઈપણ તાપમાનમાં સરળતાથી કામ કરી શકે છે.
પાકિસ્તાને ભારતના ૧૫ લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરતાં આજે સવારે ભારતીય સેનાએ ડિફેન્સ સિસ્ટમ જી-૪૦૦થી જવાબ આપતાં પાકિસ્તાનનું એર ડિફેન્સ યુનિટ નષ્ટ કર્યું છે. ભારતે પહેલીવાર જી-૪૦૦ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. એવામાં આ ડિફેન્સ સિસ્ટમની ખાસિયત વિષે જાણીએ.
જી-૪૦૦ની એક ખાસિયત એ છે કે તેનું રડાર ૬૦૦ કિલોમીટર સુધીની રેન્જમાં લગભગ ૩૦૦ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. આ સિસ્ટમ મિસાઇલ, વિમાન કે ડ્રોનથી થતા કોઈપણ પ્રકારના હવાઈ હુમલાનો સામનો કરવા સક્ષમ છે. શીત યુદ્ધ દરમિયાન રશિયા અને અમેરિકા વચ્ચે શસ્ત્રો બનાવવાની સ્પર્ધા ચાલી રહી હતી. જ્યારે રશિયા અમેરિકા જેવી મિસાઇલ બનાવી શક્યું નહીં, ત્યારે તેણે એવી સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું જે આ મિસાઇલોને તેમના ટાર્ગેટ સુધી પહોંચતા પહેલા જ નષ્ટ કરી દે.
૧૯૬૭ માં, રશિયાએ જી-૨૦૦ સિસ્ટમ વિકસાવી. આ જી સિરીઝની પહેલી મિસાઇલ હતી. જી-૩૦૦ વર્ષ ૧૯૭૮ માં વિકસાવવામાં આવી હતી. જી-૪૦૦ વર્ષ ૧૯૯૦ માં જ વિકસાવવામાં આવી હતી. તેનું પરીક્ષણ વર્ષ ૧૯૯૯ માં શરૂ થયું હતું. આ પછી, ૨૮ એપ્રિલ ૨૦૦૭ના રોજ, રશિયાએ પ્રથમ જી-૪૦૦ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી, ત્યારબાદ માર્ચ ૨૦૧૪ માં રશિયાએ આ અદ્યતન સિસ્ટમ ચીનને આપી.
જી-૪૦૦ ટ્રાયમ્ફ રશિયાની અલ્માઝ-એન્ટે કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે એક અત્યાધુનિક એર મિસાઈલ સિસ્ટમ છે. આ મિસાઇલની મારક ક્ષમતા ૪૦૦ કિલોમીટર છે. જી-૪૦૦ ડ્રોન હુમલા, બેલિસ્ટિક મિસાઇલ, ફાઇટર જેટ, ક્રુઝ મિસાઇલ વગેરે જેવા ખતરનાક હવાઈ હુમલાઓને ટ્રેક કરવા અને તોડી પાડવા સક્ષમ છે.
જી-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આકાશમાંથી આવતા કોઈપણ હુમલાને ઓળખીને તેને નષ્ટ કરવા સક્ષમ છે. જી-૪૦૦ એક સાથે ૭૨ મિસાઇલ ફાયર કરી શકે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે આ એર ડિફેન્સ સિસ્ટમને ગમે ત્યાં ખસેડવી ખૂબ જ સરળ છે કારણ કે તેને ૮ઠ૮ ટ્રક પર લગાવી શકાય છે. તેનું કોઈ નિશ્ચિત સ્થાન નથી. તેથી તેને સરળતાથી શોધી શકાતી નથી.

Related Posts