ગુજરાત

ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર તથા લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ ઇન્દ્રધનુ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનનું યોજાય

પોરબંદર કલા નગરી પોરબંદરમાં ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ,પોરબંદર તથા લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ 

દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલામાં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક ઇન્દ્રધનુ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વચ્છતા,પર્યાવરણ,મારું શહેર સ્વચ્છ શહેર તથા ગ્લોબલ વોર્મિંગ જેવા વિવિધ વિષયો પર 

ધોરણ-૧ થી કોલેજના વિદ્યાર્થીઓ તથા ૧૮ વર્ષ થી ઉપરના કુલ ૧૦૦૦ સ્પર્ધકોને પોતાની કલ્પનાઓ ને રંગ પીંછીથી અદભૂત ચિત્રો બનાવી ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીશ્રીઓને અભિભૂત કરેલ.આ પ્રસંગે સ્પર્ધામાં જુદા જુદા ગ્રુપમાં વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્રો થી સન્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે શહેરના સુપ્રસિદ્ધ ડો.ઉર્વિશ મલકાન સાહેબના તથા ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે પ્રદર્શન નું ઉદઘાટન કરવામાં આવેલ આ પ્રસંગે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રી રમાબહેન મહેતા,શ્રી બલરાજભાઈ પાડલિયા પ્રેસિડેન્ટ ઇનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટ 

તથા કરશનભાઈ ઓડેદરા અધ્યક્ષ સંસ્કાર ભારતી,પોરબંદર જિલ્લા,ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના આર્ટિસ્ટ કમલ ગોસ્વામી,શૈલેષ પરમાર,દિનેશ પોરિયા,સમીર ઓડેદરા,દિપક વિઠલાણી,

રણજીતસિંહ સિસોદિયા,ધારા જોષી,વત્સલ કિશોર ,નંદિની કિશોર સર્વે એ જહેમત ઉઠાવેલ

વિજેતાઓને પારિતોષિક ગો ટુ સ્ટેશનરી દ્વારા આપવામાં આવેલ લિટલ મિલેનિયમ પ્રી સ્કૂલ ના ચેરપરસન અદિતિ બી સુત્રેજા તથા ભરતભાઈ સુત્રેજા અને સંસ્થાના પ્રિન્સિપાલ લુલુ મેડમ,સ્કૂલના સ્ટાફ તથા સિનિયર એડવોકેટ શ્રી ભરતભાઈ લાખાણીએ સર્વે ને અભિનંદન પાઠવેલ કાર્યક્રમનું સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોર તથા લુલુ મેડમ દ્વારા કરવામાં આવેલ 

Related Posts