ભાવનગર

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણદિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું

માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે. 

આજે આ ખાસ શણગારાયેલા વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા સહિતના ગ્રામ્ય પંથકમાં પધરામણી થઈ હતી. જ્યાં ટીમાણાની ગણેશ શાળા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકોએ અખંડ જ્યોતિનો દર્શન અને પૂજન નો લાભ લીધો હતો. દરેકને અહીંથી શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ધાર્મિક સાહિત્ય વિતરણ  કરવામાં આવ્યું હતું. 

આ વિશેષ જ્યોતિ કળશ યાત્રામાં અખંડ જ્યોતિના પ્રકાશપૂંજનો અંશ, પૂ. ગુરુદેવ રામશર્મા આચાર્યજીના તપ શક્તિનો અંશ તેમજ ગાયત્રી તીર્થ શાંતિકુંજની દિવ્ય ઊર્જાનો સમાવેશ છે. જેના દર્શન, પૂજન આરતી નો લાભ લેવા જણાવ્યું છે.

માનવ માત્ર ના વિચારોના પરિવર્તનો દિવ્ય સંદેશ પહોંચાડવા માટે જ્યોતિ કળશ યાત્રા નું નિર્ધારણ થયું છે.આ માટે યુગતીર્થ શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ યાત્રાની શરૂઆત ગુજરાતમાં ગાયત્રી તીર્થ શામળાજીથી થઈ છે. આ કળશ યાત્રા તા. 12/4 //25 થી 25/6/2025  સુધી અમરેલી ઉપઝોનમાં ફેરવવામાં આવનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં તા. 25/4/2025 થી તા. 25/5/2025 સુધી દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. આ “જ્યોતિ કળશ યાત્રાના” દર્શન,પૂજન,આરતીનો લાભ લેવા સૌને જણાવાયું છે.

Related Posts