આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યું
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/01/4-49-1140x620.jpg)
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માયભારત ગાંધીનગર જિલ્લા યુવા અધિકારી કચેરી દ્વારા આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના આયોજનમાં પોરબંદર જિલ્લાના ૨૭ યુવાનો ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેવા માટે આવેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા મહુડી મંદિર, મીની અમરનાથ મંદિર અને અંબોડ ખાતે મહાકાળી મંદિર, વરદાયિની માતા મંદિર, ગીર ઇકોલોજીકલ પાર્ક, અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન યોગના સેશન અને ફિટ ઇન્ડિયાના કાર્યક્રમ પણ આયોજિત થયા હતા. સમાપન કાર્યક્રમમાં મનરેગા લોકપાલ હિંમતનગર શ્રી રજનીકાંત સુથાર, યોગ બોર્ડથી અમિતાબેન અને જિલ્લા યુવા અધિકારીશ્રી ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments