ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી થઈ

 તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોનું વક્તવ્ય ,કવિ બોટાદકરની જનની કાવ્યનું રસપાન અને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો.અરૂણભાઇ દવે ઉપસ્થિત રહી બાળકોને મા ,માતૃભૂમિ અને માતૃભાષાનું જ્ઞાન પીરસ્યું હતું. ગુજરાતી ભાષામાં નિબંધ લેખન, શ્રુત લેખન ,સુલેખન , વક્તૃત્વ સ્પર્ધા અને જાતે કાવ્ય લેખન જેવી સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરેલા બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

Related Posts