રાષ્ટ્રીય

ISROએ ૧૭ વર્ષ પહેલા લોન્ચ કરેલા કાર્ટોસેટ-૨ને પૃથ્વીના વાતાવરણમાં સફળતાપૂર્વક તોડી પાડ્યું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં)એ ૧૭ વર્ષ પહેલા લોન્ચ કરેલા કાર્ટોસેટ-૨ને અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં સફળતાપૂર્વક તોડી પાડ્યું છે. સ્પેસ એજન્સીના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે ઉપગ્રહ ભારતીય સમય અનુસાર ૧૪ ફેબ્રુઆરીએ બપોરે ૩.૪૮ કલાકે હિંદ મહાસાગરમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા પછી, કાં તો તે બળી ગયું હશે અથવા તેનો બાકીનો ભાગ સમુદ્રમાં પડ્યો હશે, જે આપણે શોધી શક્યા નથી. ઈસરોના જણાવ્યા અનુસાર, કાર્ટોસેટ-૨ ઉપગ્રહ ૧૦ જાન્યુઆરી, ૨૦૦૭ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રક્ષેપણ સમયે, ઉપગ્રહનું વજન ૬૮૦ કિલો હતું અને તે ૬૩૫ કિમીની ઊંચાઈએ સૂર્ય-સિંક્રનસ ધ્રુવીય ભ્રમણકક્ષામાં કાર્યરત હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ટોસેટ-૨ને નીચે આવવામાં ૩૦ વર્ષ લાગવાની ધારણા હતી, જાે કે, અવકાશના કાટમાળને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને અનુસરવા માટે બચેલા બળતણનો ઉપયોગ કરીને સેટેલાઇટને નીચે લાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

ઈસરોએ કહ્યું કે યુનાઈટેડ નેશન્સ કમિટી ઓન પીસફુલ યુઝ ઓફ ??આઉટર સ્પેસ અને ઈન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન કમિટી (ૈંછડ્ઢઝ્ર) જેવી સંસ્થાઓની ભલામણોને અનુસરીને સેટેલાઇટને સુરક્ષિત રીતે પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યો હતો અને હવે તેનો નાશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, હવામાન સંબંધિત માહિતી મેળવવા માટે ૈંજીઇર્ં દ્વારા મોકલવામાં આવતા નવીનતમ ૈંદ્ગજીછ્‌-૩ડ્ઢજી સેટેલાઈટના પ્રક્ષેપણ માટે શુક્રવારથી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ૈંજીઇર્ં વતી, તેને આવતીકાલે એટલે કે શનિવારે સાંજે ૫.૩૫ વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધનવ સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ય્જીન્ફ-હ્લ૧૪ લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવશે. ૈંદ્ગજીછ્‌-૩ડ્ઢજી સેટેલાઇટ એ ત્રીજી પેઢીના હવામાનશાસ્ત્રીય ઉપગ્રહને જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકવા માટેનું અપડેટ મિશન છે.

Related Posts