fbpx
રાષ્ટ્રીય

નવા વર્ષ પહેલા ISRO ઈતિહાસ રચ્યો

ભારત જીॅટ્ઠઙ્ઘીટનું સફળ લોન્ચિંગ કરનાર વિશ્વમાં ચોથો દેશ બન્યો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ૈંજીઇર્ં)એ સોમવારે રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યે શ્રીહરિકોટાથી ઁજીન્ફ રોકેટ દ્વારા તેનું જીॅટ્ઠઙ્ઘીટ મિશન (સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ) લોન્ચ કર્યું હતું. ૈંજીઇર્ંએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં ‘એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ’ ગણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે, ૈંજીઇર્ંના જીॅટ્ઠઙ્ઘીટ મિશનની સફળતા ભારતીય સ્પેસ સ્ટેશન (મ્છજી)નું નિર્માણ અને ચંદ્રયાન-૪ મિશનની સફળતા નક્કી કરશે. આ જ કારણ છે કે આ લોન્ચિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ મિશનમાં બે સેટેલાઈટ છે. પ્રથમ ચેઝર અને બીજું ટારગેટ. ચેઝર સેટેલાઇટ ટારગેટને પકડી લેશે. તેની સાથે ડોકીંગ કરશે.

આ સિવાય એક વધુ મહત્વપૂર્ણ ટેસ્ટ હોઈ શકે છે. સેટેલાઈટમાંથી એક રોબોટિક આર્મ બહાર આવ્યો છે, જે હૂક દ્વારા એટલે કે ટિથર્ડ રીતે ટારગેટને પોતાની તરફ ખેંચશે. આ ટારગેટ અલગ ક્યુબસેટ હોઈ શકે છે. આ પ્રયોગથી ભવિષ્યમાં ઈસરોને ભ્રમણકક્ષા છોડીને અલગ દિશામાં જઈ રહેલા સેટેલાઈટને ફરી ભ્રમણકક્ષામાં લાવવાની ટેક્નોલોજી મળશે. આ ઉપરાંત ઓર્બિટમાં સર્વિસિંગ અને રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ ખુલી જશે. જીॅટ્ઠઙ્ઘીટ મિશનમાં બે અલગ-અલગ અવકાશયાન અવકાશમાં જાેડાતા દર્શાવવામાં આવશે. ઈસરોએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી ત્યારે જરૂરી છે જ્યારે એક જ મિશનના ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે ઘણા રોકેટ લોન્ચ કરવાની જરૂરી પડે છે.

જાે આ મિશન સફળ થશે તો ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે, જેણે આ ટેક્નોલોજી હાસિક કરી લીધી છે. અત્યાર સુધી આ ટેક્નોલોજી માત્ર અમેરિકા, ચીન અને રશિયા પાસે છે. જીॅટ્ઠડ્ઢીઠ (સ્પેસ ડોકીંગ એક્સપેરીમેન્ટ) મિશન એ ૈંજીઇર્ંનું ઓછા ખર્ચે ટેકનિકલ મિશન છે. તેનો ઉદ્દેશ ઁજીન્ફ રોકેટની મદદથી અવકાશમાં બે નાના યાનોંના ડોકીંગ અને અનડોકીંગની પ્રક્રિયાને પૂર્ણ કરવાનો છે. ૈંજીઇર્ંના અનુસાર આ ટેક્નોલોજી ભારતના ભવિષ્યના સ્પેસ મિશન જેમ કે ચંદ્ર પર માનવ મિશન, ચંદ્ર પરથી સેમ્પલ લાવવા અને ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (મ્છજી)ના નિર્માણ અને સંચાલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચંદ્રયાન-૪ માટે અવકાશમાં ડોકીંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ટેકનોલોજી છે. ડોકીંગ એટલે બે જુદા-જુદા ભાગોને એકબીજા તરફ લાવીને જાેડાવા. અવકાશમાં બે અલગ-અલગ વસ્તુઓને જાેડવાની આ ટેક્નોલોજી ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે. તે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટમાં પણ મદદ કરશે. જીॅટ્ઠડ્ઢીટ એટલે એક જ સેટેલાઈટના બે ભાગ જેને એક જ રોકેટમાં મૂકીને લોન્ચ કરવામાં આવ્યા છે. આ બન્નેને અવકાશમાં અલગ-અલગ જગ્યાએ છોડવામાં આવશે.

Follow Me:

Related Posts