fbpx
રાષ્ટ્રીય

દુનિયાની સૌથી ભયંકર મહામારી કહેવાય જેના કારણે ૨૦ કરોડથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા

૨૦૨૫ની શરૂઆતમાં ચીનમાંથી વધુ એક નવો વાયરસ શરૂ થયો છે, જેને ૐસ્ફઁ કહેવામાં આવી રહ્યો છે. જાે કે, તેનાથી હજુ સુધી કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ તેને હળવાશથી પણ લઈ શકાય નહીં. ત્યારે આજે અમે તમને દુનિયાની એક એવી ખતરનાક મહામારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને માનવ ઇતિહાસની સૌથી ખતરનાક મહામારીઓમાંની એક કહેવામાં આવે છે. પાંચ વર્ષ પહેલાં વર્ષ ૨૦૨૦માં કોરોના નામની મહામારીએ આખી દુનિયાને ઘૂંટણિયે પાડી દીધી હતી. આ મહામારીમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. કોવિડ-૧૯ ચીનના વુહાન શહેરથી ફેલાયો હતો, જેણે ધીમે ધીમે આખી દુનિયાને ઘેરી લીધી હતી. સ્થિતિ એટલી હદ સુધી વણસેલી હતી કે દરેક જગ્યાએ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારે હવે ૨૦૨૫ની શરૂઆતમાં ચીનમાંથી જ એક નવો વાયરસ શરૂ થયો છે,

જેને ૐસ્ફઁ કહેવામાં આવી રહ્યો છે. જાે કે, તેનાથી હજુ સુધી કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ તેને હળવાશથી પણ લઈ શકાય નહીં. ભારતમાં પણ આના કેટલાક કેસ નોંધાયા છે, જેના સંદર્ભમાં માર્ગદર્શિકા પહેલાથી જ જારી કરવામાં આવી છે. આજે અમે તમને દુનિયાની એક એવી ખતરનાક મહામારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને માનવ ઇતિહાસની સૌથી ખતરનાક મહામારીઓમાંની એક કહેવામાં આવે છે. તેને બ્લેક ડેથ તરીકે ઓળખવામાં આવે છે. એક અહેવાલ મુજબ, ૧૪મી સદીમાં આ મહામારીએ યુરોપ, એશિયા અને આફ્રિકામાં ભારે વિનાશ વેર્યો હતો. ઓક્ટોબર ૧૩૪૬માં યુરોપમાં બ્લેક ડેથનું આગમન થયું, જ્યારે કાળા સમુદ્રમાંથી ૧૨ જહાજાે સિસિલીના મેસિના બંદર પર પહોંચ્યા.

આ દ્રશ્ય ભયાનક હતું. જહાજાે પરના મોટાભાગના ખલાસીઓ મોતને ભેટ્યા હતા તો કેટલાક ગંભીર રીતે બીમાર હતા, તેમના શરીર કાળા ફોલ્લાઓથી ઢંકાયેલા હતા અને તેમાંથી લોહી અને પરુ નીકળતું હતું. સ્થાનિક અધિકારીઓએ તરત જ જહાજાેને બંદર છોડવાનો આદેશ આપ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. પ્લેગ પહેલાથી જ યુરોપમાં તેની ઘાતક યાત્રા શરૂ કરી ચૂક્યો હતો. આગામી પાંચ વર્ષોમાં પ્લેગથી યુરોપની વસ્તીના ત્રીજા ભાગથી વધુ લોકોનો ભોગ લેવાયો. ૧૩૪૦ના દાયકા સુધીમાં પ્લેગે ચીન, ભારત, પર્શિયા, સીરિયા અને ઇજિપ્તમાં તબાહી મચાવી દીધી હતી. બ્લેક ડેથનો વિનાશ ફક્ત યુરોપ પૂરતો મર્યાદિત ન હતો. એશિયા, આફ્રિકા અને યુરોપને જાેડતા વેપાર માર્ગોએ પ્લેગને ઝડપથી ફેલાવવામાં મદદ કરી. આ પ્લેગ માટે યર્સિનિયા પેસ્ટિસ નામનો બેક્ટેરિયા જવાબદાર હતો.

Follow Me:

Related Posts