વાપી ના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આગ એટલી બધી ભયંકર હતી કે તે આસપાસના ૬ ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી જેના કારણે લોકોમાં અફરતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.
આ આગની ઘટનામાં ફાયર વિભાગના અધિકારીઓને આગ પર કાબૂ મેળવતા ૪ કલાકનો સમય લાગ્યો હતો, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
સૂત્રો દ્વારા આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. આજુબાજુમાં આવેલા અન્ય છ ગોડાઉન પણ એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂરદૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં એક સાથે સાત ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જાે કે કોઇ જાનહાની થઇ ન હતી.
આ આગને પગલે વાપી મનપા, જીઆઇડીસી, નોટિફાઇડ સહિતના વિસ્તારનાં બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશકરોએ ભિષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ડુંગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાના બનાવોમાં થઇ રહેલો વધારો ચિંતાજનક બની ગયો છે. આ આગમાં સના ઉલ્લા, આશિક અલી,રિયાસત ખાન, ગુલામ ભીખા, ગોબરી બનજારા, પ્રધાન બનજારા અને લાલુ ચાચાના ગોડાઉન બળીને ખાખ થઇ ગયા હતા.
કૂલ ૭ ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ૪ કલાક લાગ્યા


















Recent Comments